January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

પ્રથમ વાર ભરત જાદવનું નામ જાહેર કરાયેલું પરંતુ આજે પેરવી તોળીને મિતેશ પટેલના નામની જાહેરાતથી ભાજપમાં વિવાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખોના નામોની ગઈકાલે જાહેર કરાયેલ મેન્‍ડેટ બાદ આજે ગુરૂવારે ધરખમ ફેરફાર કરવામાં આવ્‍યો હતો. જેમાં કારોબારી અધ્‍યક્ષ પદે ભરત જાદવના નામની જાહેરાત બાદ આજે અચાનક મિતેશ પટેલને કારોબારી અધ્‍યક્ષ જાહેર કરવામાં આવતા ભાજપ પંચાયતના સભ્‍યો અને કાર્યકરોમાં નારાજગી સાથે વિવાદ ઉભો થયો હતો.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખના નામ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા મેન્‍ટેડ જાહેર કરીને જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્‍યક્ષ તરીકે ભરત જાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 24 કલાકમાં કારોબારી અધ્‍યક્ષ તરીકે ભરત જાદવના સ્‍થાને મિતેશ પટેલના નામની જાહેરાત થતા જિ.પં. સભ્‍ય અને કાર્યકરોમાં ભારે પ્રત્‍યાઘાત જોવા મળ્‍યા હતા. કારોબારી અધ્‍યક્ષનું નામ એકાએક કેમ બદલી નાખવામાંઆવ્‍યું. તેવા સવાલો ઉઠયા હતા. આંતરિક ચર્ચાઓ મુજબ મિતેશ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નજીકના હોવાનું મનાઈ રહ્યાની પણ ગુપસુપ ચાલી રહી હતી.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment