(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણના રાજસ્થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્વજયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે લગભગ 2000 વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં રાજસ્થાની સમાજના 36 સમુદાયો જોડાયા હતા. આ પ્રસંગે રાજસ્થાની સમાજે રાજ્યની એકતા અને આરોગ્યની કામના કરી હતી. તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ તહેવાર શ્રી બાબા રામદેવની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.