Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નરોલી, સેલવાસ, વાપી વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓને શ્રી ભરતસિંહ ચાવડા અને શ્રી મેહુલસિંહ દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રીના જન્‍મદિવસ નિમિતે માજી સરપંચ શ્રીમતી પ્રીતિબેન દોડીયા અને સમાજના અગ્રણીઓના હસ્‍તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્‍ય રાજપૂત સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજી શીખી તલવારનું શું મહત્‍વ છે, શષા ચલાવવાનું કેવી રીતે શીખી શકાય, સ્‍વરક્ષણ તેમજ તેમજ એમનામાં આત્‍મવિશ્વાસનો વધારો થાય રાજપૂત સમાજના પાંચ હજારથી વધુ દીકરા-દીકરીઓને તલવારબાજી શીખવવાનો લક્ષ્ય છે. હાલમાં નરોલીથી એની શરૂઆત કરવામાં આવી છે, બાદમાં દક્ષિણ ગુજરાતના દરેક શહેરો વાપી, વલસાડ, ભરૂચ સુધીના સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. આ અવસરે નરોલી રાજપૂત સમાજના અગ્રણીઓ શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રી યજુવેન્‍દ્રસિંહ, શ્રી રાજેન્‍દ્રસિંહસોલંકી, શ્રી હરેન્‍દ્રસિંહ સોલંકી, કરણી સેનાના પ્રમુખ શ્રી સુમિત પ્રતાપસિંહ રાણા સહિત એમની ટીમ, વલસાડ ભીડભંજન મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

બેંગલોર ખાતે યોજાનારી 62મીરાષ્‍ટ્રીય સુબ્રોતો ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા દાનહની પ્રાથમિક મરાઠી શાળા કૌંચા ચીખલીપાડાના 16 સભ્‍યોની ટીમ રવાના

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

Leave a Comment