મોટી દમણના જમ્પોર ખાતે શરૂ કરાયેલા પક્ષીઘરની એક જ દિવસમાં હજાર કરતા વધુ પ્રવાસીઓ સહિત સ્થાનિકોએ લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : મોટી દમણના જમ્પોર ખાતે આજે સત્તાવાર રીતે પક્ષીઘર પ્રજા માટે ખોલાતા પહેલાં જદિવસે હજારો લોકોએ પક્ષીઘરની મુલાકાત લીધી હતી. મોટી દમણમાં પ્રવાસીઓનું નવું નજરાણું બનેલ પક્ષીઘરના આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્ટ ટેસ્ટિનેશન ઉભું થયું છે.
આજે સંઘપ્રદેશની શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો સહિત હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરેકે જાતજાતના ભાતભાતના દેશી સહિત વિદેશી પક્ષીઓને નિહાળી આヘર્યચકિત બન્યા હતા. પ્રશાસને શરૂ કરેલા દીર્ઘદૃષ્ટિ ભરેલા પક્ષીઘરના નિર્માણથી ફક્ત પ્રવાસીઓને જ વેગ નથી મળી રહ્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવો વિશ્વાસ પ્રગટ થયો છે.