October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા 101 કરતા વધુ દંપત્તિઓને શાષાોક્‍ત વિધિવિધાનથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આવતી કાલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ અને ભક્‍તજનો દ્વારા છેલ્લા 9 વર્ષથી શિવસિંધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં 101 કરતા વધુ દંપત્તિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
પહેલી વખત મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં સવારે 7:00 વાગ્‍યે અભિષેકના કાર્યક્રમથી મહા શિવરાત્રિની પૂજાનો આરંભ થનાર હોવાની જાણકારી મળી છે.

Related posts

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

Leave a Comment