Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

દાનહ ખાતે દમણગંગા નદી અને તેની ઉપ નદીઓની તળેટીમાં લીલીછમ હરિયાળી વચ્‍ચે સાનુકૂળ વાતાવરણ અને પુષ્‍કળ ખોરાક અને પાણીની ઉપલબ્‍ધતાને કારણે ઘણાં સુંદર યાયાવર અને વિદેશી પક્ષીઓએ બનાવેલી પોતાની કાયમી છાવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા વન્‍ય પક્ષીઓનો કરવામાં આવેલ એક સર્વેમાં વિવિધ 181 પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળી હોવાની પુષ્ટિ થઈ છે. જેમાં ઘણા પક્ષીઓ દુર્લભ તબક્કામાં પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળ્‍યું છે. ત્રણ જેટલા પક્ષી નિષ્‍ણાંતોએ કરેલા સર્વે બાદ વર્ષ 2022માં એક પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યું છે. જેમાં વનવિભાગ દ્વારા સમયાંતરે પક્ષીઓનો હાથ ધરેલો અભ્‍યાસ અને સર્વેનો ડેટા એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના જંગલોમાં વેટલેન્‍ડસ, નદીઓ, જળાશયો, પર્વતો વગેરે શ્રેષ્ઠ સ્‍થળો છે. દમણગંગા નદી અને તેની ઉપ નદીઓની તળેટીમાં લીલીછમ હરિયાળી વચ્‍ચે સાનુકૂળ વાતાવરણ અને પુષ્‍કળ ખોરાક અને પાણીની ઉપલબ્‍ધતાને કારણે ઘણા સુંદર યાયાવર અને વિદેશી પક્ષીઓએ તેમની કાયમી છાવણી બનાવી છે. અહીંની ઇકો સીસ્‍ટમ અને જૈવવિવિધતા આ પક્ષીઓ માટે આનંદદાયક છે. દમણગંગા નદી વિસ્‍તારની ભીની જમીન ઉપર સવાર-સાંજ પક્ષીઓનો કલરવ સંભળાઈ છે. જેમાં સારસ, ક્રેન્‍સ, રિવર ટર્ન, રિવર લોપિંગ જેવા સુંદર અને આકર્ષક પક્ષીઓ જોવા મળે છે. દૂધની જળાશય નજીકના ડુંગરાળ સ્‍થળોમાં નદીઓ અને નાળાઓ તેમજ ખીણો અને ગાઢ વૃક્ષો છોડવાઓ તેમના શ્રેષ્ઠ સ્‍થાનો છે. વિદેશી પક્ષીઓ માટેખાસ કરીને કૌંચા, દૂધની તળાવ અને વેરાન જંગલો તેમના આશ્રય સ્‍થાન છે. આ વિસ્‍તારમાં 40 ટકા જંગલ હોવાને કારણે પક્ષીઓના ખોરાક તથા પાણી, તેમને જમીન તથા આકાશમાં વિહરવા અને ફરવાથી હિંસક પ્રાણીઓનો કોઈ ખતરો નથી.
દાહન વન વિભાગના અધિકારીના જણાવ્‍યા મુજબ દૂધનીમાં યુરેશિયન ગ્રિફોન, કિંગ વલ્‍ચર જેવી પ્રજાતિના પક્ષીઓ પણ પણ જોવા મળે છે. રામ ચીરૈયા, ઘુવડ, કબૂતર, સ્‍ટોર્ક, ક્‍વેઇલ, માયના, કુલચુરી, બગલા, સ્‍પેરો, પાપીહા, સફેદ કબૂતર, પેઇન્‍ટેડ ફ્રિકોલિન, હમિંગ બર્ડ આ વિસ્‍તારના કાયમી પક્ષીઓ છે. ગરમીની ઋતુમાં દમણગંગા જળાશય વિસ્‍તારમાં આ પક્ષીઓની સંખ્‍યા વધી છે.
વિદેશી પક્ષીઓમાં એશિયન બ્રાઉન, ફલાયકેચર, એશિયન કૌલ, એશિયન ઓપનબિલ, પાન સ્‍વિફટ, બેક માયના, બાર્ન ઘુવડ, બાયા વીવર, શોર્ટ ટોડઇગલ, વ્‍હાઇટ કિંગફિશર, શિકરા, સફેદ પૂંછડીવાળા પક્ષી, યલો વેગટેલ, લીલુ કબૂતર, કોપર પુષ્ટિકા અનુસાર સ્‍મિથ બબૂલ, હાઉસ ક્રો, ક્રો તેતર, ભારતીય મોર, સામાન્‍ય બબડાટ, સીડપાઇપર, લાફિંગ ડવ, જંગલ ક્રો, જંગલ પ્રિનયા, હાઉસ ફિન્‍ચ, ઇન્‍ડિયન રોબિન, ઇન્‍ડિયન રોબિન, ઇન્‍ડિયન રોલર, પાઇડ કિંગફિશર, રિવર ટર્ન, રોઝરિંગ પેરાકીટ, વુડ ઘુવડ, બટ્ટેડ ઇગલ, કેટલ એગ્રેટ, બ્‍લેક કાઇટ જેવી પ્રજાતિઓ દાનહમાં જોવા મળી છે.
ગીધ લુપ્તથવાના આરેઃ દાનહ વન વિભાગના પક્ષીઓમાં ગીધનો કોઈ ઉલ્લેખ નથી. ભારતીય લાલ ગરદનવાળુ ગીધ શિકારના કારણે લુપ્ત થઈ ગયું છે. નિષ્‍ણાતોનું માનવું છે કે પ્રાણીઓમાં ડીક્‍લોફેનાક દવાના ઉપયોગથી ગીધની હત્‍યા થઈ રહી છે. જેના કારણે ગીધની સંખ્‍યા ઘણી ઘટી ગઈ છે જે હવે ઘણા ઓછા જોવા મળી રહ્યા છે.

પક્ષીઓનું મહત્‍વ માનવતા માટે એમની સેવાઓ
કીટ નિયંત્રણ, સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય, બીજનો ફેલાવો, પર્યાવરણની નિગરાણી જેમાં પક્ષી મનુષ્‍યોને લાભાન્‍વિત કરે છે. પક્ષી છોડો અને શાકાહારીઓ, પરભક્ષીઓ અને શિકાર વચ્‍ચે નાજુક સંતુલન બનાવી રાખે છે. મનુષ્‍યોએ સદીઓથી પક્ષીઓથી પ્રેરણા લીધી છે. પક્ષીઓના ઈંડા જંગલી જાનવરો ભોજનના રૂપમાં કામ કરે છે. પક્ષી તથા તેના ઈંડા માનવીઓ પણ ભોજનમાં ઉપયોગ કરે છે. મરઘી, બતક, ટર્કીનું માંસ અને ઈંડા માટે પાલન કરવામાં આવે છે. જ્‍યારે પક્ષી યાત્રા કરે છે ત્‍યારે બીજોને લઈ જાય છે જેને એમણે ખાધા હોય છે જેઓ વિષ્ટા દ્વારા ફેંકે છે.
પક્ષીઓને ખતરો
પક્ષીઓ સમગ્ર પર્યાવરણના સ્‍વાસ્‍થ્‍યના સંકેતક માનવામાં આવે છે. તેઓ પોતાની પરિસ્‍થિતિ તંત્ર પર ભૌતિક અને રાસાયણિક પ્રભાવોથી પ્રભાવિત થાય છે પછી એ પ્રાકૃતિક અથવા માનવ નિર્મિત પ્રભાવોના કારણે હોય કેટલાક પક્ષીઓ વિલુપ્ત થવાનો ખતરોજોવા મળી રહ્યો છે. પક્ષીઓ માટે ખતરો આવાસ પરિવર્તન, નિવાસસ્‍થાનની નિકાસી અને વિખંડન, શહેરીકરણ, તટીય વિકાસ, પક્ષીઓના પ્રજનનમાં રુકાવટ, આગ લાગવાની સંભાવના, આક્રમક પ્રજાતિઓ, જળવાયુ પરિવર્તન, શિકાર વગેરે સામેલ છે.
પક્ષીઓના સર્વેમાં સહયોગી ઈલેક્‍ટ્રીક એન્‍જિનીયર શ્રી શાસ્‍વત મિશ્રા, ડો.પ્રજ્ઞેશ આર. પટેલ અને ડો. આનંદ પટેલના અથાક પ્રયાસોથી માહિતી અને ફોટોગ્રાફસ દ્વારા પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

‘‘મેં આઈ હેલ્‍પ યુ” ના સૂત્રને સાર્થક કરતી પોલીસ: અકસ્‍માત થયેલ સિનિયર સિટીઝનનું કારનું ટાયર જાતે બદલી આપતી વલસાડ ટ્રાફિક પોલીસ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment