Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

અમેરિકાની વેલ્‍યુ પૈસાના કારણે નહિ પણ વિજ્ઞાનના કારણે છેઃ
વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ

દમણગંગા ટાઈમ્‍સના નિવાસી તંત્રી વિકાસભાઈ ઉપાધ્‍યાયને પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત કરાયો, સાથે તેમના દ્વારા લિખિત પુસ્‍તકનું વિમોચન પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: તારીખ 22-09-2023 શુક્રવારના દિને આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી, મુંબઈના ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત ખગોળ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલના ‘‘ભારતના ચંદ્રયાનો, આદિત્‍ય એલ-1 તથા ખગોળ વિજ્ઞાન સંબંધી બાબતો અંગે વાર્તાલાપનું આયોજન થયું હતું. કાર્યક્રમના પ્રારંભે ધી ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી, મુંબઈ દ્વારાસંસ્‍થાના અધ્‍યક્ષ તથા ખગોળ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલના હસ્‍તે વાપીના વરિષ્ઠ પત્રકાર શ્રી વિકાસ ઉપાધ્‍યાયને સોહનરાજ શાહ- 2023 એવોર્ડ એનાયત થયો હતો તથા શ્રી વિકાસ ઉપાધ્‍યાય રચિત ‘‘વિજ્ઞાન પત્રકારત્‍વ અને લેખન” પુસ્‍તકનું વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું. ધી ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી, મુંબઈની નોંધપાત્ર વૈજ્ઞાનિક કામગીરીને પ્રોત્‍સાહિત કરવાના હેતુસર આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા ચેરમેન શ્રી મિલન દેસાઈના હસ્‍તે 51 હજાર રૂપિયા એનાયત થયા હતા. કાર્યક્રમ અંતર્ગત ચેરમેન શ્રી મિલન દેસાઈ દ્વારા સ્‍વાગત પ્રવચન રજૂ થયું હતું. આ સંદર્ભે ગુજરાત રાજ્‍ય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા વૈજ્ઞાનિક સંસ્‍થાની કામગીરીને બિરદાવી હતી. સોહનરાજ શાહ એવોર્ડ- 2023 બાબતે શ્રી વિકાસ ઉપાધ્‍યાય દ્વારા પ્રતિભાવો પણ રજૂ થયા હતા. ત્‍યારબાદ ખગોળ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ સાહેબે પોતાના ગહન સંશોધન સંદર્ભિત મનનીય વક્‍તવ્‍ય પીપીટી દ્વારા રજુ કર્યું હતું. વક્‍તવ્‍ય બાદ ડો. જે.જે. રાવલ સાહેબ સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી તથા વાર્તાલાપ થયો હતો. પ્રસ્‍તુત વૈજ્ઞાનિક જ્ઞાનગોષ્ઠી સમારોહમાં ગુજરાત રાજ્‍ય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બીલખીયા,મંજુલાબેન ઉકાણી, શ્રી એ. કે. શાહ, વી.આઈ.એ. પ્રેસિડન્‍ટ સતિષભાઈ, કમલભાઈ દેસાઈ, ધર્માગ દેસાઈ, નીલ દેસાઈ, યોગેશભાઈ કાબરીયા, શ્રી પરેશભાઈ અધવર્યુ, શ્રી ઉમેશભાઈ સોહનરાજ શાહ, શીતલબેન ઉપાધ્‍યાય, પ્રમોદભાઈ પટેલ, પત્રકાર પ્રવિણસિંહ પરમાર, મુકેશભાઈ દેસાઈ, સંદીપભાઈ દવે, કલ્‍પેશભાઈ વોરા, શીરીષભાઈ દેસાઈ, ભીલાડવાલા બેંક ચેરમેન શ્રી જીતુભાઈ, વાપી નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી હેમંતભાઈ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી રોહિતભાઈ સોમપુરાની હાજરી નોંધનીય રહી હતી.

Related posts

વાપી ડુંગરામાં ઘરમાં ઘૂસી બે લૂંટારુઓએ ચપ્‍પુથી હુમલો કરી મહિલાને રૂમમાં પુરી ઘરેણાની લૂંટ કરી

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment