October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

આરોપીઓ પાસેથી એક અપાચે મોટરસાયકલ અને બે મોબાઈલ જપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકનો સંપર્ક કરી મહિલાઓને અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસે એક ટીમ બનાવી ડમી ગ્રાહક દ્વારા અજ્ઞાત વ્‍યક્‍તિને ફોન કરી ત્રણબત્તી નાની દમણ ખાતે મહિલાને બોલાવવામાટેની ડીલ ફાઈનલ કરાઈ હતી. જેના અંતર્ગત એક વ્‍યક્‍તિ અપાચે કાળી અને લાલ મોટરસાયકલમાં બે છોકરીઓને લઈને ડમી ગ્રાહક પાસે આવ્‍યો હતો. જ્‍યાં પહેલાંથી જ પોલીસ હાજર હતી અને રેડ કરી છોકરીઓ સાથે વાતચીત દરમિયાન માહિતી મળી કે તેમની સાથે આવેલ વ્‍યક્‍તિ અને બીજા એક સાથી મિત્ર પોતાના આર્થિક ફાયદા માટે તેઓની પાસે અનૈતિક કાર્ય કરાવતા હતા. જેના સંદર્ભમાં દમણ પોલીસે ઈમમોરલ ટ્રાફિકિંગ (પી) એક્‍ટ 1956 અંતર્ગત ગુનો નોંધી મુસીદ ખાન અને રકીબુલ સિકંદરની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અપાચે મોટરસાયકલ નંબર જીજે-15 જીજી-4429 અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

Related posts

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment