October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ઘરમાં ઘૂસી બે લૂંટારુઓએ ચપ્‍પુથી હુમલો કરી મહિલાને રૂમમાં પુરી ઘરેણાની લૂંટ કરી

પતિએ ઘરે ફોન કર્યો : ફોન પર વાત નહીં થતા પડોશીને જાણ કરી પડોશીએ ઘર ખોલતા ઘટના પ્રકાશમાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી ડુંગરા વિસ્‍તારમાં આવેલ પલ એવન્‍યુના મકાનમાં મટનની ડીલેવરી આપવાના બહાને બેલૂંટારુઓ ઘરમાં ઘૂસ્‍યા હતા. મહિલા અને પૂત્રી ઉપર ચપ્‍પુથી હુમલો કરી ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જતા જતા મહિલાને રૂમમાં પુરી દીધી હતી. આખી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી. પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.
વાપી ડુંગરાની પલ એવન્‍યુ રેસિડેન્‍સીમાં રહેતા સુનિલ રવિન્‍દ્ર કહાર ગત રાત્રે ઘરેથી કામસર બહાર ગયા હતા. ઘરમાં પત્‍ની રાધા અને પૂત્રી એકલા જ હતા તે દરમિયાન બે લૂંટારુ ઘર ખોલાવી જણાવેલ કે મટન આપવા આવ્‍યા છીએ. જે લેવાની ના પાડેલ ત્‍યાર બાદ પત્‍નીએ પતિને આ હકિકત જણાવેલ કે મટન મોકલ્‍યું છે પતિએ ના પાડી હતી. બીજી તરફ તુરંત લૂંટારુઓએ ચપ્‍પુ કાઢી મહિલા ઉપર હુમલો કરીને મંગલસુત્ર, બંગડી સહિત પહેરેલા ઘરેણા લૂંટીને રૂમમાં બંધ કરી ભાગી છુટયા હતા. પતિને શંકા જતા ઘરે ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડતું નહોતું તેથી પડોશીને જાણ કરીને તપાસ કરવા જણાવેલ. પડોશી ઘર ખોલી ઘરમાં આવ્‍યો ત્‍યારે આખી ઘટના પ્રકાશમાં આવી હતી કે બે અજાણ્‍યા લૂંટારુ લૂંટ કરી ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ ફુટેજ કવર કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

Leave a Comment