(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.22: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અવાર નવાર દિપડો આવી ચડે છે, ગત ત્રણ ચાર દિવસ પહેલા દિપડો ઘોઘલા ગામે એક યુવાનને દેખાતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પોલીસ વિભાગ દીવ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમે તે સ્થળે જઈને તપાસ કરતા દિપડો હોવાના ચિન્હો મળી આવ્યા હતા, તેથી દીવ ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુજરાત ધારી રેન્જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, અને ત્યારબાદ દિપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે દિવસની જહેમત બાદ આજે સવારે ઘોઘલા ગર્લ્સસ્કૂલ પાંજરાપોળની પાછળ દિપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દિપડાને ઘોઘલાથી દગાચી નક્ષત્ર વન ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપી દેવાયો હતો. ગુજરાત ફોરેસ્ટ વિભાગએ જણાવ્યા પ્રમાણે આ દિપડો પાંચ વર્ષનો છે.