Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

40 શેડ વિસ્‍તાર સ્‍થિત અનુપ પેઈન્‍ટ્‍સ કંપનીમાં લાગેલી ભિષણ આગમાં ચાર જેટલા બ્‍લાસ્‍ટ થયા : મેજર કોલ જાહેર: ફાયર ફાઈટરો ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી જીઆઈડીસી વસાહતમાં ચિંતાજનક આગના બનાવો વધી રહ્યા છે. તેવો વધુ એક બનાવ આજે મંગળવારે બપોરે ફોર્ટી શેડમાં આવેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે ચારે તરફ અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
વાપી જીઆઈડીસી થર્ડફેઝ રોડ ફોર્ટીશેડમાં આવેલ અનુપ પેઈન્‍ટ નામની કંપનીમાં બપોરે ભિષણ આગ લાગી હતી. આગની જ્‍વાળાઓ અને ગોટાઓથી આકાશ ભરાઈ ગયું હતું. ભિષણ આગને લઈ ચાર જેટલા બ્‍લાસ્‍ટ પણ કંપનીમાં થતા આજુબાજુની કંપનીઓ પણ ભયભીત બની હતી.આગની જાણ સ્‍થાનિક તમામ ફાયરોને કરવામાં આવતા ઘટના સ્‍થળે છ જેટલા ફાયર ફાયટરોએ આગ બુઝાવવાની જહેમત શરૂ કરી દીધી હતી. કંપનીનો મુખ્‍ય રો-મટેરીયલ સોલવન્‍ટ હોવાથી સોલવન્‍ટના જથ્‍થાને લઈ આગ વધુ બેકાબુ બની ફેલાતી રહી હતી. જો કે આગમાં કોઈ જાનહાની થવા પામી નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની ભયાનકતા લઈ મેજર કોલ જાહેર કરાયો હતો.

Related posts

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેક્‍નોલોજી પ્રદર્શનમાં ઝળકયા

vartmanpravah

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah

Leave a Comment