(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: પોદાર વર્લ્ડ સ્કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2024 અંતર્ગત આંતરસ્કુલ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ શાળાના ધોરણ પાંચનો વિદ્યાર્થી પ્રજ્જવલ પંચાલ અને વિદ્યાર્થીની કે. તમિલીનીએ ગૃપ-1 મા સ્માર્ટ સિક્યોરિટી વર્કિંગ મોડેલ પ્રદર્શિત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અનેગૃપ-1મા ધોરણ પાંચની વિદ્યાર્થીની કુંજલ યાદવ અને વિદ્યાર્થી પ્રજ્ઞેશ મિશ્રાએ ‘‘મેજિક ઈન પ્લાન્ટ” પ્રોજેક્ટ રજૂ કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ગૃપ-2મા ધોરણ આઠનો વિદ્યાર્થી વિપુલ ઝા વિદ્યાર્થીની સંજોગ કૌરે ટેકનોલોજી વિભાગમાં ન્યૂટનની ત્રણ ગતિના નિયમો પ્રોજેક્ટ રજૂ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગૃપ-2મા ધોરણ આઠનો વિદ્યાર્થી સુશીલ નિશાદ અને વિદ્યાર્થીની સત્યા ચૌબેએ હાઈબ્રીટ બાઈક-ઊર્જાનું રૂપાંતર વિષય પર કૃતિ રજૂ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓની ટીમ અને તેમના માર્ગદર્શક વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ બાળકો વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી હતી.