Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

12 વાગ્‍યા પછી ગરબા બંધનું પોલીસનું ફરમાન હતું તે હવે હટી જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રવિવારથી વાપી સહિત તમામ વિસ્‍તારોમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. પરંતુ રાત્રે 12 વાગે ગરબા બંધ કરવાનું પોલીસે આપેલ ફરમાનતી ખેલૈયાઓને ખુંચતું હતું. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગરબા ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોએ ગૃહમંત્રીની જાહેરાતને આવકારી હતી.
નવરાત્રીના પ્રારંભથી ગરબા ગાવાની લાઉડ સ્‍પિકરની રાત્રે 12 વાગ્‍યાની લિમિટ સરકારે અને પોલીસે જાહેર કરી હતી. તેથી ખેલૈયા આવાત-નિયમ ઓછો જચતો હતો. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગુજરાતભરમાં ગરબા ચાલુ રાખી શકાશે તેવું ફરમાન જાહેર કર્યું હતું. તેનો પ્રતિભાવ વાપીમાં આનંદના માહોલ અને આવકારમાં પરિણમ્‍યો હતો. વાપી ભાઠેલા પ્‍લોટ ઉપર આયોજીત રમઝટ ગરબા મહોત્‍સવના આયોજક સમીર પટેલ સહિત વાપીના અન્‍ય ગરબા આયોજકોએ ગૃહમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. વાપીના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment