October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

ધરમપુરમાં વારંવાર રખડતા ઢોરોની સમસ્‍યા બેફામ વકરી રહી છે
છતાં પાલિકા નિષ્‍ક્રિય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ધરમપુરમાં ફરી વધુ એકવાર આખલાઓનો આતંક સપાટી ઉપર આવ્‍યો છે. ગઈકાલ સોમવારની રાત્રે બજાર પ્રભુ ફળીયામાં આવેલ એક મોબાઈલ સ્‍ટોર્સની સામે બે આખલા આતંકી બની ગયા હતા. બન્ને વચ્‍ચે જામેલી લડાઈમાં એક મોબાઈલ સ્‍ટોર્સ સામે પડેલા વાહનોને પણ નુકશાન પહોંચાડયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ધરમપુરમાં રખડતા ઢોરોની સમસ્‍યા બેફામ બની ગઈ છે. વારંવાર ખાસ કરીને આખલાઓ આખું શહેર માથે લેતા હોય તેમ જોરદાર લડાઈ કરતા રહે છે. ગઈકાલ રાત્રે બે આખલાઓ વચ્‍ચે વધુ એકવાર યુધ્‍ધ જામ્‍યું હતું. મોબાઈલ સ્‍ટોર્સ સામે શીંગડા ભરાવી બે આખલા વચ્‍ચે થયેલા યુધ્‍ધમાં પાર્ક કરેલ ટુ વ્‍હિકલોને પણ સારું એવું નુકશાન પહોંચાડયું હતું. જો કે ઘટના રાત્રે બની હતી. દિવસે આવું થયું હોય તો મોબાઈલની દુકાન સામે અને રસ્‍તાઓ ઉપર લોકો હોય છે ત્‍યારે આ આખલા શું વલે કરે તેની કલ્‍પના કરવી પણ દુષ્‍કર છે. ધરમપુરમાં વારંવાર રખડતા જાનવર ઢોરોની સમસ્‍યા અને ઘટનાઓ બનતી રહે છે તેમ છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. અગાઉ પણ આખલાઓ એક યુવાનને અડફેટે લેતા સારવારમાં યુવાનનું મોત થયું હતું. પરંતુ પાલિકાએ એ ઘટનાનો કોઈ બોધપાઠ લીધો હોય તેવું જણાતું નથી.

Related posts

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment