October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

ચાલક દિપક જેસીંગ ભરવાડ રહે.ચણોદની અટક : પોલીસે રૂા.4.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ એલ.સી.બી. સ્‍ટાફને મળેલી બાતમી આધારે ઓરવાડ હાઈવે ઉપર વોચગોઠવી સેન્‍ટીંગ પતરાની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો હતો.
એલ.સી.બી.ને બાતમી મળી હતી કે વાપી વિશાલ મેઘા માર્ટ પાસેથી દારૂનો જથ્‍થો ભરાવાઈ રહ્યો છે. ત્‍યારબાદ ઓરવાડ હાઈવે ગીરીરાજ હોટલ પાસેથી બાતમી વાળો ટેમ્‍પો નં.જીજે 15 એટી 5449ને અટકાવી ચેકીંગ કરતા ટેમ્‍પામાં સેન્‍ટીંગ પતરા નીચે દારૂના બોક્ષ છુપાવેલા મળ્‍યા હતા. ચાલક દિપક જેસીંગ ભરવાડની અટક કરી પૂછપરછ કરતા જણાવેલ કે દારૂનો જથ્‍થો મિનેશ કિશોર હળપતિ રહે.ચણોદ મોહન નગરએ ભરાવેલો પોલીસે તેને વોન્‍ટેડ જાહેર કરી દારૂની બોટલ નંગ1591 કિં. રૂા.1.20 લાખ, ટેમ્‍પો-મોબાઈલ મળી કુલ રૂા.4.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે પારડી પોલીસને સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

Leave a Comment