April 16, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

  • સંઘપ્રદેશ પ્રશાસન અને જિલ્લા પંચાયતનું તંત્ર પણ ઓટો મોડમાં આવી ગયેલ હોવાથી હવે નીતિ-નિયમોમાં બાંધછોડ કરવી લગભગ અસંભવ

  • વિધાન સભા નહી ધરાવતા કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં જિલ્લા પંચાયત અને નગર પાલિકાનો વહિવટ વિધાન સભાની સમકક્ષ હોવાનું મનાતા હવે લોકોના અવાજને પણ ઔચિત્‍ય આપવાની જવાબદારી નવિનભાઈ પટેલના શિરે રહેશે

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ માટે હવેના સમયમાં આસાન રાહ નથી. હવે સંઘપ્રદેશ પ્રશાસન અને જિલ્લા પંચાયતનું તંત્ર પણ ઓટો મોડમાંઆવી ગયેલ હોવાથી નીતિ-નિયમોની મર્યાદામાં રહીને જિલ્લા પંચાયતનું તંત્ર શ્રી નવિનભાઈ પટેલે હંકારવું પડશે.જિલ્લા પંચાયતના નવા નીતિ – નિયમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપરાંત કારોબારી સમિતિના અધ્‍યક્ષને પણ લગભગ સમાંતર જેવી જવાબદારી સુપ્રત કરાયેલી છે. તેમની સાથે જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્‍યાણ જેવી સમિતિઓ પણ જોડવામાં આવેલ છે. ભૂતકાળમાં જે રસ-કસ હતો તેના ઉપર લગભગ પૂર્ણ વિરામ મૂકાય એ પ્રકારની વ્‍યવસ્‍થા કરાયેલી હોવાનું દેખાય છે. જો કે આ બધી વ્‍યવસ્‍થાઓ વચ્‍ચે પણ શ્રી નવિનભાઈ પટેલ પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવાનું માનવામાં આવે છે. તેથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ તેમને મળેલી સત્તાનો વ્‍યાપક હિતમાં ઉપયોગ કરશે એવી આશા તમામ ગ્રામજનો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

અત્રે યાદ રહે કે, વિધાન સભા નહી ધરાવતા કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં જિલ્લા પંચાયત અને નગર પાલિકાનો વહિવટ વિધાન સભાની સમકક્ષ માનવામાં આવે છે. કારણ કે જનતાનો આદેશ મેળવી લોકશાહી ઢબે કામ કરનારી પ્રદેશની સુપ્રિમ સંસ્‍થાઓ છે. તેથી લોકોના અવાજને પણ ઔચિત્‍ય આપવાની જવાબદારી હવે શ્રી નવિનભાઈ પટેલના શિરે રહેશે.
દમણ જિલ્લા પંચાયતનો ભૂતકાળ બહુ સારો રહ્યો નથી. ભૂતકાળમાં દમણ જિલ્લા પંચાયતભ્રષ્‍ટાચારની પ્રયોગશાળા તરીકે બદનામ થઈ ચૂકેલી છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ઘણાના હાથ પણ દાઝેલા છે. ત્‍યારે પોતાના ભૂતકાળમાંથી બોધપાઠ લઈ દમણ જિલ્લા પંચાયતના ગ્રામ્‍ય વિસ્‍તાર અને ગ્રામ્‍ય પ્રતિનિધિઓના રાહબર બનવાની સંપૂર્ણ શક્‍તિ જિલ્લા પંચાયતના પ્રમુખમાં રહેલી છે. તેનો પોતાના વિવેકથી કેવો અને કેટલો ઉપયોગ કરે તેના ઉપર પણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ ઉપર તમામનું ધ્‍યાન કેન્‍દ્રિત રહેશે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ પાસે રપમી ફેબ્રુઆરીથી 31મી મે 2023 સુધી 461 દિવસ છે. એટલે કે, 15 મહિના અને 4 દિવસ સુધી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી શકે છે. 15 મહિનામાં શ્રી નવિનભાઈ પટેલ કેવા કામો કરે તેના ઉપર તેમના ભવિષ્‍યનો પણ આધાર રહેલો છે. ગુડલક શ્રી નવિનભાઈ પટેલ…!

Related posts

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment