Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના સેફટીક ટેન્‍ક અને સીવરેજની નિયમિત સફાઈ માટે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસેડયુર અંતર્ગત સેફટીક ટેન્‍કને એક અથવા બે વર્ષમાં એક વખત ડિઝાઈન માપદંડોના આધારે સફાઈ કરાવવી અનિવાર્ય છે.
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્‍જ અંતર્ગત સીવરેજ/સેફટીક ટેન્‍કની સફાઈ અથવા સેફટીક ટેન્‍કની નિયમિત સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર 14420 શરૂ કરવામાં આવ્‍યો છે.
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના કોઈપણ નાગરિકને સેફટી ટેન્‍કસફાઈ વાહનની જરૂરિયાત હોય તો 14420/(0260)2633193 પર કોલ કરી શકે છે. સીવરેજ/સેફટીક ટેન્‍કનુ ગંદુ પાણી બહાર છોડવા પર અને વારંવાર કરવામાં આવેલ અપરાધ માટે રૂા.એક હજાર ઉપ નિયમ 4.1, 4.4, અને 7.4 દાનહ સેલવાસ નગરપાલિકા સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ બાયલોઝ 2018 મુજબ દંડ કરવામાં આવશે. આ સિવાય સેલવાસ પાલિકા સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ બાયલોઝ 2018 ઉપ નિયમ 4.9 મુજબ આવશ્‍યક સેવાઓ જેવી કે પાણીની આપૂર્તિ અને વીજળી બંધ કરવામાં આવશે. સાથે આપના વિરુદ્ધ દાનહ અને દમણ દીવ પાલિકા રેગ્‍યુલેશન 2004ની કલમ 221 અને 222 મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment