Vartman Pravah
Other

દીવ અને વણાંકબારા ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ થશેઃ સાંસદ લાલુભાઈ પટેલે સંસદીય કન્‍સલટેટિવ કમિટિમાં આપેલી જાણકારી

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રૂા. 1પ7.31 કરોડના અંદાજીત ખર્ચથી 100 ટકા ફિશરીઝ, એનિમલ હસબન્‍ડરી અને ડેરી મંત્રાલયની મત્‍સ્‍ય સંપદા યોજનાની સહાયથી દીવ અને વણાંકબારામાં અદ્યતન ફિશિંગ હાર્બરનું થનારૂં નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.22: કેન્‍દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે બોલાવેલી સંસદીય કન્‍સલટેટિવ કમિટિની બેઠકમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલેસંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વણાંકબારા અને દીવ ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ કરવાનું આયોજન હાથ ધર્યું હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, રૂા. 1પ7.31 કરોડના અંદાજીત ખર્ચથી પ્રસ્‍તાવિત વણાંકબરા અને દીવના અદ્યતન ફિશિંગ હાર્બર માટે 100 ટકા સહાય ફિશરીઝ, એનિમલ હસબન્‍ડરી અને ડેરી મંત્રાલયની પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના અંતર્ગત કરવામાં આવશે. આ રકમ વણાંકબારા અને દીવ સમુદ્રના ડ્રેજિંગ માટે વાપરવામાં આવશે.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કચીગામ કોઝવેથી નદીના મુખ સુધીની બંને તરફ સાફ સફાઈ કરી દાદરા નગર હવેલીની તર્જ ઉપર રિવરફ્રન્‍ટ બનાવવા પણ પોતાની રજૂઆત કરી હતી.

Related posts

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

Leave a Comment