October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: ‘સ્‍પોર્ટ્‍સઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા’ દ્વારા નેશનલ બોક્‍સિંગ એકેડેમી, રોહતક, હરિયાણા ખાતે 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન મોન્‍ટેનેગ્રોમાં યોજાનાર પ્રતિષ્ઠિત ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે ભારતીય બોક્‍સિંગ ટીમની પસંદગી ટ્રાયલનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સિલેક્‍શન ટ્રાયલમાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવના બોક્‍સર શ્રી સુમિત કુમારની 63-67 કિ.ગ્રા. વજન વર્ગની રાષ્ટ્રીય સ્‍પર્ધામાં સારા પ્રદર્શનને કારણે પસંદગી કરવામાં આવી હતી. પસંદગીની અજમાયશમાં, કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર શ્રી સુમિત કુમારે શાનદાર પ્રદર્શન કર્યું અને 63-67 કિગ્રા વજન વર્ગમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું અને ભારતીય યુવા બોક્‍સિંગ ટીમમાં પોતાનું સ્‍થાન મેળવ્‍યું છે.
આ સિલેક્‍શન ટ્રાયલમાં વિવિધ રાજ્‍યોમાંથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય સ્‍તરના બોક્‍સિંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી સુમિત કુમારે અનુભવી બોક્‍સરોને હરાવીને આ સ્‍થાન હાંસલ કર્યું છે. પ્રથમ રાઉન્‍ડના કપરા મુકાબલામાં શ્રી સુમિત કુમારે હરિયાણાના બોક્‍સરને 3-2થી હરાવ્‍યો હતો, બીજા રાઉન્‍ડમાં તેણે સર્વિસીસના બોક્‍સરને 4-1થી હરાવ્‍યો હતો અને અંતિમ મેચમાં સુમિતે ચંદીગઢના બોક્‍સરને 3-2થી હરાવ્‍યો હતો, આમ શ્રી સુમિત કુમારે યુથ ચેમ્‍પિયનશિપ જીતી ‘વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માટે ભારતીય બોક્‍સિંગ ટીમમાં સ્‍થાન મેળવ્‍યું છે.
શ્રી સુમિત કુમારે પોતાના પ્રદર્શનથી પ્રદેશનું નામ રોશન કર્યું છે. ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે બોક્‍સરની પસંદગી થવી એ આ કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે ગર્વની વાત છે. નોંધનીય છે કે શ્રી સુમિત કુમાર ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સમાં બે મેડલ જીતનાર કેન્‍દ્ર શાસિત પ્રદેશનો પહેલો ખેલાડી છે.
રમતગમત અને યુવા વિભાગના સચિવ ડૉ. અરુણ ટી, નિયામક શ્રી અરુણ ગુપ્તા અને વિભાગના અધિકારીઓ શ્રી અક્ષય કોટલવાર અને શ્રી દેવરાજ સિંહ રાઠોડે શ્રી સુમિત કુમાર તેમજ બોક્‍સિંગ પ્રશિક્ષક શ્રી વિજય પહલને અભિનંદન પાઠવ્‍યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશનો સ્‍ટાર બોક્‍સર શ્રી સુમિત કુમાર મોન્‍ટેનેગ્રોમાં યોજાનાર પ્રતિષ્ઠિત ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં સારૂં પ્રદર્શન કરશે અને મેડલ જીતશે અને પ્રદેશ તેમજ ભારતને ગૌરવ અપાવશે.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment