પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં મશાલ ચોક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ યાત્રાનો કરાયેલો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે દમણ શહેરનામશાલચોક ખાતે વીર શહિદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ એક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના જયઘોષ સાથે જોડાયા હતા. તિરંગા યાત્રા મશાલ ચોકથી કથિરિયા થઈ ત્રણ બત્તી અને વાયા નાની દમણ મ્યુનિસિપલ માર્કેટથી રાજીવ ગાંધી સેતૂ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું.
આ યાત્રામાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શ્રી મહેશભાઈ આગરિયા, પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલ, શ્રી બી.એમ.માછી, પ્રદેશ સચિવ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, પૂર્વ ન.પા. અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, કાઉન્સિલર શ્રી આશિષ કાશી, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રીમતી જસવિંદર કૌર, સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.