(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : ધાર્મિક હિન્દુત્વવાદી સંગઠન ‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદરા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં દાદરા ગામની લોકગાયિકા તૃષા તિવારી અને મયંક મિશ્રાની જોડીએ ભજનસંધ્યામાં રંગ જમાવ્યો હતો.
આ પ્રસંગે દાનહ પ્રદેશ પ્રમુખ હેતલ પટેલે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંગઠન છે. જે 14 રાજ્યોમાં અંદાજીત 8લાખ સભ્યો સાથે કાર્ય કરી રહ્યું છે. દાનહમાં પ્રદેશ પ્રભારી તરીકે અગાઉથી જ સાજન શુક્લા ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય છે. હાલમાં ઉપાધ્યક્ષ તરીકે વિજય પટેલની નિમણુક કરવામાં આવી છે. સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શૈલેન્દ્ર સિંહ ગૌતમે જણાવ્યું હતું કે, ઈચ્છા કરવા માત્રથી કોઈપણ વ્યક્તિના કામો પુરા થતા નથી, એના માટે સખત મહેનત પણ કરવી પડે છે. વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ સંગઠનોને કોઈ પાર્ટીની ગાઇડલાઇન પર કામ નહિ કરી પોતાના બનાવવામાં આવેલ નિયમો પર કામ કરવા જોઈએ. અને અમે અમારા સંઘ દ્વારા નિર્મિત નિયમોના આધારે જ કોઈપણ શુભ કાર્ય કરીએ છીએ.
આ અવસરે સંગઠનના અનુજ સિંહ ઉપાધ્યક્ષ મિર્જાપુર, રવિશંકર મિશ્રા પ્રભારી બલિયા, કે.કે.રાય, ગીતેશ રાય, રોહિદાશ દૌલત જાદવ, ઋષિનારાયણ સિંહ, ચંદન, અંકિત તિવારી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
