April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

સંઘપ્રદેશ ભાજપના મોટાભાગના હોદ્દેદારો પક્ષનો જનાધાર વધારવાની જગ્‍યાએ પોતાની પ્રસિદ્ધિનો રાખતા આગ્રહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: સેલવાસ નગરપાલિકાના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ એક પત્રકારને ટેલીફોન ઉપર આપેલી ધમકી ટોક ઓફ ધ ટાઉન બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખબરના પ્રસારણ દરમિયાન સેલવાસના પત્રકારે પોતાની યુ ટયુબ ચેનલમાં એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા સેલવાસ નગરપાલિકાના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈનું નામ નહીં લેતાં અજયભાઈ દેસાઈએ ઉક્‍ત પત્રકારને ટેલીફોન ઉપર અપમાન કરી ધમકી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં મોટાભાગના ભાજપના પદાધિકારીઓ પક્ષનો જનાધાર વધારવાની જગ્‍યાએ પોતાની સ્‍વયં પ્રસિદ્ધિમાં વધુ રસ લઈ રહ્યા છે. જેના ફળસ્‍વરૂપે જ શ્રી અજયભાઈ દેસાઈના નામનો ઉલ્લેખ નહીં કરતા પત્રકારને ધમકી આપવાની ઘટના બની હતી.
આ સંદર્ભમાં વર્તમાન પ્રવાહે સેલવાસ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈનો સંપર્ક કરવા તેમના મોબાઈલ ઉપર પ્રયાસ કર્યો હતો અને તેમના ફોનની ઘંટડી વાગવા છતાં તેમણે કોઈ પ્રત્‍યુત્તર નહીં આપતાં તેમનો પક્ષ રજૂ કરી શકાયો નથી.

Related posts

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment