Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

  • દમણના આદિવાસી સમાજની કાયાપલટ માટે શિક્ષણ સૌથી મોટું હથિયારઃ જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવ

  • આદિવાસી સમાજ દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ સમાજના સમર્પિત વડીલો, તેજસ્‍વી વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓનું સન્‍માન પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, ઊર્જા સચિવ શ્રી એમ.ચૈતન્‍ય પ્રસાદ, પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા), સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ, વિવિધ પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, કાઉન્‍સિલરો સહિત ખુબ મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આજે દમણ જિલ્લા આદિવાસીસમાજે બતાવેલી પોતાની એકતા, શિસ્‍ત અને ખેલદિલીની ચર્ચા લાંબો સમય રહેશે.
આજે દમણ જિલ્લાના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે ઉપસ્‍થિત આદિવાસી જનમેદનીને સંબોધતા જણાવ્‍યું હતું કે, સંસ્‍કૃતિને બચાવવામાં આદિવાસી મહિલાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેમણે આદિવાસી મહિલાઓના પારંપારિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણની ભૂમિકાની સરાહના પણ કરી હતી. તેમણે શિક્ષણનું મહત્‍વ સમજાવતા જણાવ્‍યું હતું કે, આપણા પ્રદેશમાં પ્રાથમિકથી લઈ ઉચ્‍ચ શિક્ષણ ખુબ જ સરળતાથી મળે છે અને આદિવાસી બાળકો માટે શિષ્‍યવૃત્તિની પણ સુવિધા છે જેનો લાભ લઈ તેમણે બાળકોને ભણાવવા ઉપર ખાસ ધ્‍યાન આપવા ભાર આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ., ટી.ટી.આઈ. અને વોકેશનલ કોર્ષનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી પુસ્‍તકો ઉપર ધ્‍યાન અપાવવા માર્ગદર્શન આપ્‍યું હતું.
ડો. તપસ્‍યા રાઘવે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આદિવાસીઓના કલ્‍યાણ માટે શરૂ કરેલ વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ આગ્રહ કર્યો હતો. તેમણે પ્‍લાસ્‍ટિક મુક્‍ત પ્રદેશના નિર્માણ માટે પોતાના ઘરથી જ શરૂઆત કરવા પણ શિખામણ આપી હતી.
ડો. તપસ્‍યા રાઘવે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવાપણ હાકલ કરી હતી.
પ્રારંભમાં આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડીએ આપેલા સ્‍વાગત વક્‍તવ્‍યમાં આદિવાસી સમાજની કેટલીક જરૂરિયાતો ઉપર પણ પ્રશાસનનું ધ્‍યાન દોર્યું હતું.
આ સમારંભમાં મહિલાઓ અને યુવાનો દ્વારા પારંપારિક સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણ જિલ્લાના આદિવાસીઓનો હોંશ અને જુસ્‍સો સાતમા આસમાને હતો. આ સમારંભમાં કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ તથા ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા આદિવાસી સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓ, સમાજ માટે સમર્પિત વડીલો અને સરકારી અધિકારીઓને સન્‍માનિત પણ કરાયા હતા.
સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ઉપસ્‍થિત તમામ જનમેદનીએ પોતાના બંને હાથે તિરંગો લહેરાવી રાષ્‍ટ્રભાવનાનો જયઘોષ પણ કર્યો હતો.
આભારવિધિ સંઘપ્રદેશ પ્રશાસનના ટ્રાયબલ કલ્‍યાણ વિભાગના ડાયરેક્‍ટર શ્રી જતિન ગોયલે આટોપી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિક હળપતિએ કર્યું હતું.
આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, ધોડિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોડી અને વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલીના નેતૃત્‍વમાં તમામ આદિવાસી સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

vartmanpravah

Leave a Comment