Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

કાર માલિક હિંમાશુ લિંબાચીયાએ વાપી બગવાડા ટોલપ્‍લાઝા સામે હંગામો કર્યો ત્‍યારે ટોલ બુથે વિડીયો મોકલ્‍યો જે બીજી કારનો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ગુજરાત રાજ્‍ય સહિત ભારત ભરમાં હાઈવે ટોલપ્‍લાઝા ઉપર ફાસ્‍ટેગથી વાહન પસાર થાય ત્‍યારે ઓટોમેટિક ટોલટેક્ષ કપાય જવાની આધુનિક ટેકનોલોજી કાર્યરત કરવામાં આવી છે. જે આવકાર્ય પણ છે પરંતુ ક્‍યારેક ટોલ પ્‍લાઝા ઉપર ગોટાળા પણ કરી દેવામાં આવે છે તેવો ચોંકાવનારો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. કાર અંકલેશ્વરમાં કાર માલિકના ઘર સામે પાર્ક હતી અને વાપી બગવાડા ટોલનાકા દ્વારા ઓનલાઈન ટોલ કપાય ગયાનો મેમો મોકલતા કાર માલિકે હંગામો મચાવી દીધો હતો.
ટોલપ્‍લાઝા ઉપર કતારોની સમસ્‍યા દૂર કરવા ફાસ્‍ટેગથી ઓટોમેટીક ટોલ કપાઈ જાય અને વાહન ફટાફટ નિકળી જાય. સગવડ દાયક આ ટેકનોલોજી ગોટાળા વાળી રહી હોવાનો કિસ્‍સો બહાર આવ્‍યો છે. અંકલેશ્વરમાં રહેતા હિમાંશુ લિંબાચીયાની બ્‍લેક કલરની ક્રેટા કાર નં.જીજે 16 ડીજી 2556 પાર્ક કરેલી હતી. ત્‍યારે તેમના ઉપર ફાસ્‍ટેગ ઓનલાઈન 75 રૂપિયા કપાયાનો મેસેજ આવતા હિમાંશુએ બગવાડા ટોલનાકાનો ઉધડો લીધો અને લાઈવ વિડીયો મંગાવ્‍યો. ટોલનાકા દ્વારા મોકલેલ વિડીયોમાં વાઈટ કાર હતી. ટોલ સંચાલકે હાથ ઊંચા કરી જણાવ્‍યું કે, અંધારુ હોવાથી ગરબડ થઈ છે. પરંતુ કાર માલિકનો તો ફોગટમાં ટોલ કપાયો એનું શું?

Related posts

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment