Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના લોકોની કલ્‍પનામાં પણ નહીં હતા તેવા થયેલા વિકાસ અને સમાજ ઘડતરના કામો

(ભાગ-3)

2014 પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઠેર ઠેર ગંદકીઓના ઢગલા દેખાતા હતા. જાહેર રસ્‍તાઓ ઉપરની ડસ્‍ટબીનો મોટાભાગે ઉભરાતી હોવાનું નજરે પડતું હતું. દમણ અને દીવનો દરિયા કિનારો ગંદકીથી ભરચક હતો. આજે 9 વર્ષમાં સ્‍વચ્‍છતાના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે ખુબ જ સારી નામના મેળવી છે. દરિયા કિનારો પણ સ્‍વચ્‍છ અને સુઘડ બન્‍યો છે.
મોદી સરકારના આગમન બાદ અધિકારીઓના બદલાયેલા વર્ક કલ્‍ચર અને લોકોની વિચારશક્‍તિમાં સ્‍વચ્‍છતા અભિયાનથી લાવવામાં આવેલા પરિવર્તનના કારણે આ બદલાવ આવી શક્‍યો છે. મોદી સરકારે દેશમાં ખુલ્લામાં શૌચ નહીં કરવાના ચલાવેલા જન આંદોલનના કારણે સરકાર અને પ્રશાસન જરૂરિયાતમંદોને ટોયલેટ નિર્માણમાં સહાયરૂપ પણ બન્‍યું છે. જેના પરિણામે ખુલ્લામાં શૌચ કરવાની બદી ઉપર પ્રદેશમાં નિયંત્રણ આવી શક્‍યું છે.
દમણ અને દીવનો દરિયા કિનારો સ્‍વચ્‍છ અને સુંદર બનવાથી પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળી રહ્યો છે. મોદી સરકારેપ્રદેશમાં બીચ રોડ અને રિવર ફ્રન્‍ટના કરેલા નિર્માણથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની સિકલ અને સૂરત જ બદલાઈ ગઈ છે. વર્ષોથી ખોરંભે પડેલા સેલવાસના રીંગરોડનું નિર્માણ કરાવી મોદી સરકારે ફક્‍ત ટ્રાફિકનો પ્રશ્ન જ હળવો નથી કર્યો, પરંતુ દર વર્ષે થતાં અકસ્‍માતમાં પણ અંકુશ આણ્‍યો છે.
રીંગરોડના નિર્માણની સાથે ટ્રાફિક જામના ઉભા થયેલા પ્રશ્નના નિવારણ માટે જ્‍યાં જરૂરી જણાયું ત્‍યાં ઓવરબ્રિજનું નિર્માણ કરાવી મોદી સરકારે સેલવાસની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવ્‍યા છે.
છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવને આપવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. પ્રદેશના લોકોની કલ્‍પનામાં પણ નહીં હોય તેવા પ્રોજેક્‍ટોનો શુભારંભ પણ મોદી સરકારના શાસનમાં થઈ રહ્યો છે. જેના કારણે સામાજિક પરિવર્તન સાથે સમાજ ઘડતરનો પાયો પણ નંખાઈ ચુક્‍યો છે.
મોદી સરકારના શાસનમાં થયેલા પરિવર્તનનો અભ્‍યાસ કરવો હોય તો મે – 2014 પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની કેવી સ્‍થિતિ હતી તેના ઉપર નજર માંડવી જરૂરી છે. કારણ કે, મે-2014 બાદ ક્રમશઃ થયેલા પરિવર્તનના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વાગી રહ્યો છે.

Related posts

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

Leave a Comment