પ્રોજેક્ટ અંતર્ગત મોટાપોંઢામાં જીવંતિકા મહિલા સ્વાશ્રય જૂથ દ્વારા યશસ્વી ભોજનાલયનો કરાયેલો પ્રારંભ
‘વેલસ્પન ફાઉન્ડેશન’ની કામગીરી ચાર મુખ્ય સ્તંભો શિક્ષણ (વેલશિક્ષા), આરોગ્ય (વેલસ્વાસ્થ્ય), આજીવિકા (વેલનેતૃત્વ) અને પર્યાવરણ (વેલપ્રકૃતિ)ને ધ્યાનમાં રાખીને થઈ રહી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.23મે, 2024 : સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી માટે કટીબધ્ધ ‘વેલસ્પન ફાઉન્ડેશ’ને વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાઓમાં વસતા લોકો પગભર થઈ શકે અને જીવન નિર્વાહ માટે પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધર્યા છે. વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા આ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે અને મદદ પણ કરવામાં આવે છે. વેલસ્પનકંપનીનો મુખ્ય ધ્યેય માત્ર ગ્રાહકો, શેરધારકો અને કર્મચારીઓ માટે જ નહીં પરંતુ સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે કાર્યરત છે અને સમાજને અતૂટ જુસ્સા સાથે સેવા આપવાનું પણ છે. ‘વેલસ્પન ફાઉન્ડેશન’ની કામગીરી ચાર મુખ્ય સ્તંભો શિક્ષણ (વેલશિક્ષા), આરોગ્ય (વેલસ્વાસ્થ્ય), આજીવિકા (વેલનેત્રુત્વ) અને પર્યાવરણ (વેલપ્રકૃતિ)ને ધ્યાનમાં રાખીને થઈ રહી છે.
આ ચાર સ્તંભ પૈકી વેલ નેતૃત્વ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે આરોગ્ય સેવાઓ વધારવા ઉપરાંત અસરકારક ખેતી અને બિનખેતી આધારિત આજીવિકાની તકોનું સર્જન કરવા માટે પ્રતિબદ્ધ છે. વ્યૂહાત્મક દરમિયાનગીરીઓ અને સામૂહિક પ્રયાસો દ્વારા, આ પ્રોજેક્ટે હજારો વ્યક્તિઓને અને 74 સ્વસહાય જૂથોને લાભ આપ્યો છે, સાથે સ્થાનિક અર્થતંત્રમાં સકારાત્મક પરિવર્તનને વેગ આપ્યો છે.
વેલ નેતૃત્વની આ પહેલમાં સામેલ બહેનોએ મરઘાં ઉછેર, કાર્યક્ષમ ખેતી પદ્ધતિઓ, કિચન ગાર્ડન અને સ્થાનિક ખાદ્ય ઉત્પાદનોના પ્રચાર દ્વારા વધારાની આવક ઊભી કરી છે. આ પ્રયાસોએ માત્ર ઘરની આવકને જ વધારી નથી પરંતુ આ વિસ્તારના સામાજિક આર્થિક વિકાસમાં પણ યોગદાન આપ્યું છે. વેલ નેતૃત્વ લાભાર્થીઓને માર્કેટ સાથે જોડવા અને ઉત્પાદન કાર્યક્ષમતા તથા ગુણવત્તા સુધારવા માટે જરૂરી માહિતી અને ટેક્નીકલ સહાય પૂરી પાડવામાટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.
પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણમાં સ્થાનિક હિતધારકોને સામેલ કરીને, દરેક ગામની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ તેના પ્રયત્નોને કસ્ટમાઇઝ કરે છે, આમ કરવાથી સમાજના લોકો પોતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે તેવી અનુભૂતિ પણ કરે છે. કાર્યક્ષમ ખેતી પદ્ધતિઓનો અમલ એ કોઈ પણ પ્રોજેક્ટનો પાયાનો પથ્થર છે, જે લાભાર્થીઓની આવકમાં નોંધપાત્ર વધારો કરે છે. આ અભિગમનો ઉદ્દેશ્ય કૃષિમાં ઉત્પાદકતા, તેની ગુણવત્તા અને નફાકારકતા વધારવાનો છે, હાલમાં જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં પ્રાથમિક સર્વે અનુસાર એક પરિવારની સરેરાશ 57,000 જેટલી વાર્ષિક આવકમાં વધારો નોંધાયો છે. વેલ નેતૃત્વ પહેલ દ્વારા, ‘વેલસ્પન ફાઉન્ડેશન’ પોતાની કામગીરીનો વ્યાપ વધારવા માટે અને કાર્યક્ષમ તથા અસરકારક રીતે કામ કરવા માટે પ્રતિબધ્ધ છે. તેનું ધ્યેય જે લોકોને સેવા આપે છે તેને સશક્ત કરવાનો, કાયમી નોકરીની તકો ઊભી કરવાનો તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજને મજબૂત કરવાનો છે. જેની કડીમાં ગત દિવસો દરમિયાન કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે ‘વેલસ્પન ફાઉન્ડેશન’ના સહયોગથી જીવંતિકા મહિલા સ્વાશ્રય જૂથ દ્વારા યશસ્વી ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા વેલ નેતૃત્વ કાર્યક્રમની પહેલ ચાલી રહી છે અનેતેના એક ભાગ રૂપે આ ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એવી આશા છે કે આ પ્રયાસથી મહિલાઓની સામાજિક અને આર્થિક ઉત્થાનની યાત્રા વધુ મજબુત બનશે.
‘વેલસ્પન ફાઉન્ડેશન’ સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે અને તેનો વેલનેતૃત્વ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ, આજીવિકા, ખેતી અને પશુપાલન આ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના એક ભાગ રૂપે ‘વેલસ્પન ફાઉન્ડેશન’ના સહયોગથી શરૂ કરવામાં આવેલું યશસ્વી ભોજનાલય આ વિસ્તારની આદિવાસી મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. જે પોતાના પરિવાર માટે આજીવિકા પર્યાયસ્ત્રોત ઉભો કરે છે અને સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજન પીરસે છે. આ મહિલાઓ તેની કુશળતા રજૂ કરી શકે તે માટે આ ભોજનાલય એક આદર્શ પ્લેટફોર્મ છે.
યશસ્વી ભોજનાલય માત્ર ભોજન લેવાનું સ્થળ નથી પરંતુ સમુદાય માટે આશા અને તકનું પ્રતીક છે. આ ભોજનાલયના માધ્યમથી વેલસ્પન વર્લ્ડ મહિલા સાહસિકોને આવશ્યક તાલીમથી સજ્જ કરવાનો પ્રયાસ કરે છે, તેમના પરિવારની આર્થિક સમૃદ્ધિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તેમનું સશક્તિકરણ કરે છે. ગયા વર્ષે એસ.એચ.જી.ના સહયોગથી શરૂ કરાયેલ સ્વદેશી ભોજનાલયની સફળતામાંથી પ્રેરણા લઈને, વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા જીવંતિકા મહિલા સ્વાશ્રય જૂથ સાથે મળીને યશસ્વી ભોજનાલય શરૂકરવામાં આવ્યું છે અને તે એક મજબુત પરિવર્તનના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં એક તરફપરંપરાગત ભોજનનો સ્વાદ અને બીજી તરફ મહિલા ઉત્થાનથી આત્મનિર્ભતા તરફ આગળ વધે છે.
વેલસ્પન ફાઉન્ડેશન, યશસ્વી ભોજનાલય જેવી પહેલ દ્વારા સામાજિક જવાબદારી અને સુદ્રઢ વિકાસ માટેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. મહિલાઓનું સશક્તિકરણ કરીને અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને, ‘વેલસ્પન ફાઉન્ડેશન’ સામાજિક સમરસતા, સમૃદ્ધિ અને સમાજને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે.