જગતનાતાત માથે વરસાદ આફતનો વરસાદ બન્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: હવામાન ખાતાએ આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત બે મોસમી વરસાદ વરસી શકે છે તે આગાહી સાચી ઠરી છે. આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર-કપરાડા વિસ્તારમાં સાંજના વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટબર્સ વધતા કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ધરમપુર-કપરાડા વિસ્તારમાં સાંજના હલકો-ભારે મિશ્રિત વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. આ કમોસમી વરસાદ જગતના તાત ખેડૂતો ઉપર આફત બની વરસ્યો છે. ભર શિયાળામાં ચોમાસાનો વરસાદીયો માહોલ છવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આંબા ઉપરનો મહોર તથા શાકભાજીના પાકો ડાંગર વિગેરેને આ કમોસમી વરસાદ ભારે નુકશાન સર્જી શકે છે. ચાલુ વર્ષે ભાગ્યે જ એવો કોઈ મહિના વરસાદ વગર વિત્યો હશે તેથી સીધી અસર ખેતીવાડી પર પડી રહી છે.