Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

ત્રણેય અકસ્‍માતમાં કોઈ જાનહાની નહી : ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ અતુલથી ડુંગરી સુધીનો હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. આજે શુક્રવારે સવારે વધુ એક ટ્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. કન્‍ટેનર પલટી મારી જતા થયેલા ટ્રાફિકને લઈ એક ટ્રકે કારને ટક્કર મારી ઘસડી જતા કારનો ખુરદો બોલી ગયો હતો. અકસ્‍માતોને લઈ કલાકો સુધી ટ્રાફિક જાણ થઈ ગયો હતો.
વલસાડ હાઈવે સુગર મિલ નજીક આજે સવારે સુરત તરફથી આવી રહેલ પુઠાના બોક્ષ ભરેલ કન્‍ટેનર જીજે 38 ટી 4070ને આગળની ટ્રકે દબાવતા કન્‍ટેનર ડિવાઈડર ઉપર ચઢી પલટી મારી ગયું હતું. અકસ્‍માતને લઈ થયેલા ટ્રાફિક જામમાં ટ્રક નં.જીજે 03 બીડબલ્‍યુ 6677 ના ચાલકે આગળ જતી સુરતની કાર નં.જીજે 05 જેબી 6161ને ટક્કર મારી કારને ઘસડી જતા કારનો ખુરદો બોલાઈ ગયો હતો. આ ટ્રિપલ અકસ્‍માતોમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ દરેક વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. માત્ર નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્‍માતથી હાઈવે ઉપર વાહનોની કતારો લાગી જતા ટ્રાફિક જામની સમસ્‍યા થઈ હતી. પોલીસ ઘટના સ્‍થળે પહોંચીને કન્‍ટેનરને ક્રેઈનની મદદથી સાઈડમાં કરી લેતા હાઈવે ખુલ્લો થયો હતોઅને ટ્રાફિક કલાકો બાદ રાબેતા મુજબ થયો હતો.

Related posts

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment