(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ દુકાનદારો અને પથ વિક્રેતાઓને અનધિકૃત અતિક્રમણ હટાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ ગેરકાયદેસર દબાણો હટાવ્યા ન હતા, જેથી પાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્તારમાંગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દુકાનદારો અને પથવિક્રેતાઓ પોતે જ ગેરકાયદેસર દબાણને હટાવી દે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે નહિ, નહીંતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ન.પા.એ આપેલી ચિમકી
