Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.15: વાંસદા તાલુકાના વાઘાબારી ગામની 27 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી અંગત પળના વિડિયો ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી બ્‍લેકમેલ કરી શારીરિક શોષણ કર્યા બાદ તરછોડી દીધી હોવાની ફડવેલના યુવક વિરુદ્ધની લેખિત ફરિયાદમાં પોલીસે કાર્યવાહી ન કરતા પરિવારજનોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
વાંસદા પોલીસે ગુનો બીલીમોરા બન્‍યો હોવાનું જણાવી ખો આપી તો બીલીમોરા પોલીસે ગુનો ન બનતો હોવાનું જણાવી ફરિયાદી યુવતી અને પરિવારજનોને રવાના કરી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ વાંસદા તાલુકાનાવાઘાબારી ગામની 27 વર્ષીય યુવતીની ફડવેલ ગામના દાદરા ફળિયામાં રહેતા કેયુર પુનાભાઈ પટેલ સાથે ઈન્‍સ્‍ટાગ્રામ પર મુલાકાત થઈ હતી અને તેમાં યુવતીનો ફોન નંબર મેળવી લઈ મેસેજની આપ લે બાદ ફ્રેન્‍ડશીપ કરી હતી અને પોતે ખેતીમાંથી દર મહિને 50 હજાર રૂપિયાથી વધુ કમાતો હોવાનું જણાવી હું તને ખૂબ પ્રેમ કરું છું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ ફોન પર જણાવતા યુવતીએ મારા માતા-પિતાને પૂછવું પડશે તેઓ જવાબ આપ્‍યો હોવા છતાં રોજે રોજ ફોન કરી મરવાની ધમકી આપતા યુવતીએ હા પાડી હતી.
ત્‍યારબાદ બીલીમોરા મંદિરે દર્શન કરવાનું જણાવી ત્‍યાં બોલાવી ગેસ્‍ટ હાઉસમાં લઈ જઈ તારી સાથે હું લગ્ન કરવાનો જ છું પછી શું વાંધો છે ? તેમ કહી બળજબરી કરી શારીરિક સંબંધ બાંધેલ બાદમાં સુરત અને દીવ મુકામે લઈ જઈ શારીરિક સંબંધ બાંધી દુષ્‍કર્મ કર્યું હતું. ત્‍યારબાદ યુવતીના લગ્ન પણ તોડાવી નાખેલ અને અંગત વિડિયો ફોટાઓ વગેરે બતાવી બ્‍લેકમેલ કરતો હતો 14 જાન્‍યુઆરીના રોજ યુવતીની સગાઈ હોય તેની જાણ થતા યુવતીની સુરત સ્‍થિત હોસ્‍પિટલના નોકરીના સ્‍થળે આવી હોસ્‍પિટલમાં જ આત્‍મહત્‍યા કરી લેવાની ધમકી આપી તેણે સુરતમાં ઘર ભાડે રાખી યુવતી સાથે થોડા દિવસ રહ્યા બાદ તેની સાથે મારઝુડ કરી ભાગીગયો હતો યુવતીની બે વાર સગાઈ પણ તુટી ગઈ હતી.
ઉપરોક્‍ત હકીકત મુજબની ફરિયાદમાં વાંસદા પોલીસે ગુનો બીલીમોરામાં થયો હોવાનું જણાવી ખો આપતા યુવતી તેના પરિવાર સાથે જતા બીલીમોરા પોલીસે આમાં કંઈ ગુનો ન બનતો હોવાનું જણાવી કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્‍યા વિના જ પરિવારને રવાના કરી દેવાયો હતો.
વાઘાબારીની ફરિયાદી યુવતીના જણાવ્‍યાનુસાર વાંસદા અરજી આપવા ગયા તો તમે બીલીમોરા અરજી આપો તેમ કહેતા અમે બીલીમોરા અરજી આપી હતી. બાદમાં પોલીસ મથકે ફડવેલનો કેયુર હાજર થતા તેણે હું આ યુવતી સાથે લગ્ન કરવાનો નથી તેવો જવાબ આપી જતો રહ્યો હતો ત્‍યારે ત્‍યાં હાજર સાહેબ એ ગુનો અહીંયા બનેલો નથી અહીંયા કોઈ કાર્યવાહી થશે નહીં તમારા લફરાની વાત માટે અમારી પાસે ટાઈમ નથી.

Related posts

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment