December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામે આગામી તા.22 ફેબ્રુઆરી-2024 ના રોજ માન. વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે પી.એમ.મિત્ર પાર્ક સહિત વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત/ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે.
જે અન્‍વયે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પત્રકારોને સંબોધતા જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્‍યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે આશરે 15 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કામો હાથ ધરાશે. કાર્યક્રમના સ્‍થળે વાહન પાર્કિંગ, રસ્‍તા, બેસવાની વ્‍યવસ્‍થા, પ્રોટોકોલ, હેલીપેડ, વડાપ્રધાનશ્રીને લોકો જોઈ શકે તેવી રીતેસ્‍ટેજની વ્‍યવસ્‍થા સહિતની ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં નવસારી તેમજ સુરતથી લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
આ અવસરે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્‍પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ, મિડીયાકર્મીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણઅભિયાને પકડેલી પ્રચંડ ગતિ

vartmanpravah

Leave a Comment