October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

આર.એફ.ઓ., ફોરેસ્‍ટ વિભાગ અને વન સંરક્ષણ ટીમને પારડી તાલુકામાં સતત ચોથી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19
પારડી તાલુકાના કલસર ગામે ડુંગર ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલની વાડીમાં તારીખ 18-4-21ના રોજ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાની જાણ થતાં તેઓએ આ અંગે કલસરના સરપંચ મનોજભાઈને જાણ કરી હતી. હંમેશા ગામ લોકોનો હિત જોનારા સરપંચ મનોજભાઈએ તાત્‍કાલિક આર.એફ.ઓ અને ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી યોગ્‍ય પગલાં લઈ છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘઓનું મારણ કરી લોકોમાં ભય ઉભો કરનાર દીપડાને પકડી લોકોને રાહત આપવાનું સૂચવ્‍યું હતું.
પારડીના આર.એફ.ઓ શ્રી સમીર કોકણી, ફોરેસ્‍ટ વિભાગના શ્રી ડી.જી.પટેલ, વન રક્ષક શ્રી મયંકભાઈ પટેલ, મયુરી પટેલ, શ્રી કૈલાશભાઈ વિગેરેની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી સ્‍થળ તપાસ કરી તેઓને પુષ્ટિ થતાં રાત્રે જ મારણ સાથે પાંજરૂ અને કેમેરા ગોઠવ્‍યા હતા અને પહેલા જ પ્રયાસમાં તેમને સફળતા મળતાં રાત્રે ત્રણ વાગ્‍યે આશરે ત્રણ વર્ષની દીપડીપાંજરે પુરાઈ હતી.
સરપંચ શ્રી મનોજભાઈએ આ અંગેની જાણ ફોરેસ્‍ટ વિભાગને તથા આર.એફ.ઓ.ને કરતાં સમગ્ર ટીમ રાત્રે જ કલસર આવી દીપડીનો કબજો લઇ તેને ખડકી ફોરેસ્‍ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને વલસાડ ડી.એફ.ઓ.ની સૂચના અનુસાર આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘાઓનુ મારણ કરી લોકોમાં ભય ફેલાવનાર દીપડી હાથ આવતા ફોરેસ્‍ટ વિભાગ તથા આર.એફ.ઓ.નો કલસરના સરપંચ શ્રી મનોજભાઈએ આભાર માન્‍યો હતો.

Related posts

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

દાનહની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તાર માટે સફાઈ માટે નવો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.25 કરોડનો અપાયો

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

Leave a Comment