(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે 26-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન સરકારી કર્મચારી/ અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવેલ છે. આથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારાવિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે 181-કપરાડા વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવ્યા છે. તેઓને THEORY+EVM/VVPAT અંગેની હેન્સ ઓન પ્રથમ તાલીમ કપરાડાની સરકારી વિનયન કોલેજ ખાતે સવારે 10.00 કલાક થી 13.00 કલાક સુધી રાખવામાં આવી હતી. જેમાં કુલ 348 પ્રિસાઈડીંગ ઓફિસરો અને 428 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને વિધાનસભા વાઈઝ તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.