(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: નવસારી જિલ્લા ચુંટણી શાખા દ્વારા સ્વીપઅંતર્ગત મતદાન જાગૃતિ માટે નવસારી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો અવિરત ચાલી રહ્યા છે તેમજ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે શાળાકક્ષાએથી વિદ્યાર્થીઓના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ પુર્ણ કરવામાં આવી રહી છે. હજુ પણ મતદારો વધુ સજાગ બને અને વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના ઇનોવેટીવ કાર્યક્રમ તરીકે જિલ્લાની વિવિધ કચેરીઓમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સમૂહમાં રંગોળી કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં જીલ્લાની વિવિધ શાળાઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે રંગોળીપૂરણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા નિવાસી અધિકારીશ્રી,ચૂંટણી અધિકારીશ્રી તેમજ જિલ્લા નોડેલ અધિકારી (સ્વીપ) અને જિલ્લા શિક્ષણાધિકારીએ કળાપ્રવૃત્તિ કરનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.