April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02
ચીખલી તાલુકા સહિતના સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમ્‍યાન સમસ્‍ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દીકરીઓ વિષે પ્રવચનકરેલ છે. જેનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં ફરી રહ્યો છે. ક્ષત્રિય ગીરાસદર સમાજ વિષે અપમાનજનક ટિપ્‍પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્‍યે રોષની લાગણી ફેલાયેલ છે.
ગુજરાત અને સમસ્‍ત ભારતભરના ક્ષત્રિય સમાજમાંથી 80-ટકા મતદાર ભાજપ તરફથી જ રહેતા હોય છે. રાજપૂત સમાજ હિન્‍દૂ અને કોઈપણ બહેન દીકરીઓની ઈજ્જત અને લાજ બચાવવા શહીદ થયાના હજ્‍જારો ઉદાહરણ છે. ત્‍યારે રાજપૂત સમાજની બહેન-દીકરીઓ વિષે આભદુ વાપરવી ઉચિત નથી.
સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કલેકટરના માધ્‍યમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને સી. આર. પાટીલને પણ આ અંગે જવાબદાર એવા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભાના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
રાજપૂત સમાજની માંગણીની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજનું ભાજપ વિરૂધ્‍ધમાં મતદાન થાય તેવા પ્રયત્‍નો કરાશે તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.
વધુમાં પુરુષોત્તમ રૂપાલા ઉપર આવા અપમાનજનક ભાષા વાપરવા બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ધર્મેન્‍દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાંઆવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

Leave a Comment