(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાંતારીખ 22/09/2023 શુક્રવારના રોજ “Lifesaver CPR and personal Health record Management Workshop” ના વિષય ઉપર વ્યાખ્યાન અને વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે વાપીની વાઈબ્રન્ટ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. કુણાલ રામટેકે એમ.બી.બી.એસ. એમ.ડી., એનેસ્થેયાલોજિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડૉ. અનુરાધા પ્રજાપતિ અને કો-કોઓર્ડીનેટર આસીસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડના હેઠળ થયું હતું. આ કાર્યક્રમનું પ્રારંભિક શાબ્દિક સંબોધન કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે એ કર્યું જેમાં, તેમણે CPR (cardiopulmonary resuscitation) ટેકનિક છે, અને જો આપણે બધા આ ટેકનિક જાણીએ તો, આપણા રોજિંદા જીવનમાં કટોકટીના સમયમાં દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય તેના ઉપર પ્રકાશ પાડયો હતો. આ ઉપરાંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીએ આજના યુગમાં કાર્ડિયોપલ્મોનરી એસેસમેન્ટ આ એક કટોકટી જીવન બચાવવાની પ્રક્રિયા છે, જે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈવ્યક્તિના શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય છે. રોજિંદા જીવનમાં આ તકનીકનું જ્ઞાન હોવું ખુબજ જરૂરી છે તે વિશે સમજાવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. આ કાર્યક્રમનું એન્કરીંગ એમ. ફાર્મસીની વિદ્યાર્થીની નિશા ગાંધીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. કળણાલ રામટેકે, લાઈફસેવર સીપીઆર અને પર્સનલ હેલ્થ રેકોર્ડ મેનેજમેન્ટ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળતાથી સમજાવ્યું અને તાલીમ આપી હતી. આ ઉપરાંત ચોકિંગ (ઘ્ત્ર્ંત્ત્શઁ) વિશે પણ જણાવ્યું હતું જેમાં કોઈ બહારની વસ્તુ જે શ્વાસનળી માં ફસાઈ જતા તેમાંથી આપણે પોતાને કે બીજાને કેવી રીતે રક્ષણ કરી શકીએ જે વિસ્તાર થી જણાવ્યું. જેમા આરોગ્ય રેકોર્ડનું આયોજન કેવી રીતે કરી શકાય? આનાથી આપણે આપણી જાત નુ વધુ સારી રીતે કાળજી લઇ શકીએ છીએ તથા આપણે આપણા કુટુંબ અને અન્ય લોકોનું જીવન કેવી રીતે બચાવીને યોગદાન આપી સમાજને મદદ કરી શકીએ એ બાબતે માહિતી આપી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી હર્ષ લાડ દ્વારા આભારવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયાતથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.