(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.02: ચીખલી પોલીસેને.હા.નં-48 ઉપર આલીપોર રેલવે ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે જેટલી ગાયને ઉગારી લઈ એક ને ઝડપી પાડી ટેમ્પો ચાલક સહિત બે ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર ગૌરક્ષક પ્રેમસિંગ ગાજીનાથ ગૌસ્વામીની ચીખલી નજીકના આલીપોર ને.હા.નં-48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર આલીપોર રેલવે બ્રીજની આગળ સર્વિસ રોડ પર છોટા હાથી ટેમ્પો નં.જીજે-15-એટી-9337 માં બે ગાય ને કતલખાને લઈ જવાતી હોવાની બાતમીના આધારે પીએસઆઈ-એચ.એસ.પટેલ સહિતનો સ્ટાફ સાથે જઈ ટેમ્પાની તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે બે જેટલી ગાયને ટૂંકા દોરડાથી બાંધેલા હોય અને ટેમ્પામાં પશુના ખાવા માટે ઘાસચારાની કે પાણી વ્યવસ્થા ન હતી. જેથી પોલીસે ટેમ્પાનો કબ્જો લઈ જેમાં એક કાળા કલરની જર્સી ગાય ઉ.વ.આ-3 કિં.રૂ.12,000/- તથા એક સફેદ કાળા કલરની ગાય (ઉ.વ.આ-6) જેની કિં.રૂ.6,000/- મળી કુલ્લે રૂ.18,000/- કબ્જે કરી છોટા હાથીમાં ક્લીનર સાઇડે બેસેલ ભૂમિન દિનેશભાઈ પટેલ (રહે.સોનવાડા પટેલ ફળીયા પોસ્ટ-ડુંગરી તા.જી.વલસાડ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ટેમ્પો ચાલક જયેશ પટેલ (રહે.રેલીયા ફળીયા પોસ્ટ-ડુંગરી તા.જી.વલસાડ) તેમજ ગાયભરી આપનાર ઈમરાન ફકીર શેખ (રહે.ગોરગામ તીધરા તા.જી.વલસાડ) એમ બે ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલે હાથ ધરી હતી.
જોકે આ બંને ગાયને સોનવાડા પટેલ ફળીયા ખાતેથી ભરી નવસારી આગળ ધોળા પીપળા ખાતે જઈ ઉભી રહેવાની સૂચના આપી હોવાનું પકડાયેલ ભૂમિન પટેલે પોલીસને જણાવ્યું હતું.