Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 12: વલસાડ જિલ્લામાં તા.16 ઓક્ટોબરના રોજ 24 કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર આયોજિત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ/ ભય વિના શાંતિ અને સલામતીપૂર્વક પરીક્ષા આપી શકે તથા બિલ્ડિંરગ કંડક્ટતરશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે અને તે દરમિયાન કાયદો અને વ્યગવસ્થાોની પરિસ્થિજતિ જળવાઇ રહે તેવા હેતુથી જિલ્લા મેજિસ્ટ્રે ટ ક્ષિપ્રા આગ્રેએ સરઘસ કાઢવાની, સભા ભરવાની તથા પરીક્ષા કેન્દ્રથના 100 મીટર વિસ્તાલરમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, બિનઅધિકૃત વ્યયકિતઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યોે છે.
જે અનુસાર પરીક્ષાના તમામ અધિકૃત કેન્દ્રો ની હદથી ૧૦૦ મીટરના વિસ્તા રમાં ઉપરોકત તારીખ દરમિયાન સવારના 9 થી સાંજના 7 વાગ્યાર સુધી 4 કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. પરીક્ષા કેન્દ્રો ના ૧૦૦ મીટર ત્રિજ્યારના વિસ્તાોરમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદઇરાદાથી જતી બહારની અનઅધિકૃત વ્યીકિતઓને પ્રવેશ કરવો કે કોશિષ કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાશનભંગ થાય તેવું કૃત્યી કરવું કે કરાવવું નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇપણ ચીજવસ્તું ઇલેક્ટ્રો નિક આઇટમ, પુસ્તાક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં મદદગીરી કરવી નહીં. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષા કેન્દ્રો ની 100 મીટરની ત્રિજ્યા્માં ઉક્તઇ તારીખે સવારે 9 થી સાંજે 7 કલાક સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહીં.
આ પ્રતિબંધાત્મતક આદેશો લગ્નના વરઘોડા, સ્મમશાન યાત્રા, રેલવે/ એસ.ટી.માં જનાર બોનાફાઇડ વ્ય્ક્તિીઓ તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારી/ અધિકારીઓ, કાયદો-વ્ય્વસ્થાખની જાળવણી માટે મૂકાયેલ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રવના સંવાહકશ્રીઓ, સંચાલકો, સ્થ્ળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમેન, તથા ઓળખપત્ર આપવામાં આવેલા હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે ચંચળબેન પટેલના લીધેલા આશિર્વાદ

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment