June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

શંકાસ્‍પદ બોટ ઉપર ઓમાન લખેલું હતું : બોટમાંથી કોઈ વાંધાજનક ચીજવસ્‍તુ મળી આવી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડના કોસંબા ગામે મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવતા પોલીસ અને કોસ્‍ટગાર્ડએ દોડધામ કરી હતી. જો કે બોટમાંથી વાંધાજનક કોઈ ચીજવસ્‍તુ મળી નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
કોસંબાનો નાવિક દરિયામાં હતો ત્‍યારે એક બીનવારસી બોટ તરતી તેને જણાઈ આવી હતી. તેથી નાવિકે તેની બોટ સાથે મળેલી બોટને ટોચન કરીને કિનારે લાવી લાંગરી હતી. નાવિકે ઘટનાની જાણ સિટી અને રૂરલ પોલીસને કરતા મોડી સાંજે પોલીસ કોસંબા દરિયા કાંઠે પહોંચી હતી. બીજી તરફ દમણ કોસ્‍ટગાર્ડને જાણ કરાતા કોસ્‍ટગાર્ડ ટીમ હેલિકોપ્‍ટર લઈને કોસંબા દરિયા કિનારે આવી પહોંચી હતી. બોટ ઉપર ઓમાન લખેલું હતું.બોટની અંદર તપાસ કરતા કોઈ વાંધાજનક ચીજવસ્‍તુ મળી આવી નહોતી તેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્‍ય કક્ષાના સ્‍વતંત્ર દિવસની ઉજવણી વલસાડમાં થવાની હોવાથી તંત્ર એલર્ટ છે.

Related posts

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

Leave a Comment