September 13, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સાંભળો સાંસદ મહોદય… ..એટલે જિલ્લા પંચાયત અને સરપંચોએ પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કર્યો

જેમને પણ પ્રદેશના વિકાસની બાબતમાં જરા સરખી પણ શંકા હોય તેમણે વર્ષ 2016માં દમણ-દીવ અને દાદરા નગર હવેલી કેવું હતું તેની સરખામણી કરી લેવી જેથી ખબર પડે

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે રાજ્‍યપાલ અને ઉપ રાજ્‍યપાલની તર્જ ઉપર શ્રી પ્રફુલભાઈ પટેલની નિમણૂક કરવાના લીધેલા દીર્ઘદૃષ્‍ટિ ભરેલા નિર્ણયના કારણે છેલ્લા 8 વર્ષમાં દમણ, દીવ અને દાદરા નગર હવેલીની દિશા અને દશા સુધરવા પામી છે. પ્રદેશના થયેલા અકલ્‍પનિય ઐતિહાસિક વિકાસનો આભાર માનવા માટે દમણ જિલ્લા પંચાયત દ્વારા ગુરૂવાર તા.29મી ઓગસ્‍ટ, 2024ના રોજ એક વિશેષ સામાન્‍ય સભા બોલાવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્‍યો અને સરપંચો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આભાર માટે જિલ્લા પંચાયતે બોલાવેલ બેઠકમાં હાજર નહીં રહેવા માટે નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના વિડિયો સંદેશમાં ફરમાન જારી કર્યું હતું.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પાસે આભાર પ્રસ્‍તાવના મુદ્દે કોઈ સાચી માહિતી નહીં હોવાનું સ્‍પષ્‍ટ થાય છે અથવાતેમણે ઈરાદાપૂર્વક લોકોને ગુમરાહ કરવા માટે ખોટી માહિતી ફેલાવી હોય એવું દેખાય છે. કારણ કે, જિલ્લા પંચાયતના સભ્‍યો કે સરપંચોને કોઈ અધિકારી કે પ્રશાસનના દૂત દ્વારા આભાર પ્રસ્‍તાવ માનવા માટે કહેવાયું નથી. પરંતુ જિલ્લા પંચાયત અને સરપંચોએ પોતાની સ્‍વૈચ્‍છાએ પ્રદેશની થયેલી કાયાલપટ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કરવાનું નક્કી કર્યું હતું.
દમણ-દીવ અને દાદરા નગર હવેલીની સ્‍થિતિ 2016માં કેવી હતી તેનું મૂલ્‍યાંકન કરવામાં આવે ત્‍યારે જ ખબર પડે છે કે, આપણે 2024માં ક્‍યાં પહોંચી ચુક્‍યા છીએ. આજે રસ્‍તાની સ્‍થિતિ જોઈને વિકાસની વ્‍યાખ્‍યા કરનારાઓએ મોટી દમણના મુખ્‍ય માર્ગો જોવા જોઈએ. જ્‍યાં રસ્‍તા બાકી છે ત્‍યાં હવે ચોમાસા બાદ બનવાના જ છે તેનો વિશ્વાસ પણ રાખવો જોઈએ.
કોઈપણ પ્રદેશના વિકાસનું આકલન શિક્ષણ સેવા અને શૈક્ષણિક સંસ્‍થાઓની સ્‍થિતિ, આરોગ્‍ય સુવિધા, ટ્રાન્‍સપોર્ટેશન, સ્‍વચ્‍છતા, માળખાગત સુવિધાઓ, રોડ, લાઈટ અને પાણી તથા કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિથી માપવામાં આવે છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમૃદ્ધ પ્રદેશ કરતાં વધુ શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ છે. શૈક્ષણિક સંસ્‍થાઓની સ્‍થિતિ બેનમૂન છે. આરોગ્‍યના ક્ષેત્રે પ્રદેશે છેલ્લા 8 વર્ષમાં હરણફાળ ભરી છે.પ્રદેશનું મેડિકલ કોલેજનું સ્‍વપ્‍ન પણ સાકાર થયું છે. પ્રદેશમાં ઈઝી ટ્રાન્‍સપોર્ટેશન સેવા ઉપલબ્‍ધ થઈ છે. દમણથી દીવ વચ્‍ચેના અંતર કાપવાના કલાકોમાં ઘટાડો થયો છે. હેલિકોપ્‍ટર સેવાથી માંડ એક કલાકની અંદર દીવ-દમણ પહોંચી શકાય છે. હવે દમણ ખાતે એરપોર્ટ પણ શરૂ થતાં નવા ડેસ્‍ટિનેશનો પણ ઉપલબ્‍ધ થવાના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍વચ્‍છતા આંખે ઉડીને વળગે એવી બની છે. 2016 સુધી દમણના દરિયા કિનારામાં ચાલવું મુશ્‍કેલ હતું. મોટાભાગના લોકો કુદરતી હાજત માટે દરિયા કિનારાનો ઉપયોગ કરતા હતા. તેમાં છૂટકારો મળતાં આજે બિન્‍દાસ્‍ત લોકો રેતી ઉપર પોતાના પગલાં આંખ બંધ કરીને પણ પાડી શકે છે. પંચાયત સ્‍તર સુધી ગામડાઓ અને ગામડાના રસ્‍તા પણ સાફ-સૂથરા બન્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં માળખાગત સુવિધા ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ થયું છે. આંગણવાડીથી લઈ કોલેજ સુધીની બિલ્‍ડીંગોની કાયાપલટ થઈ છે. નવી માર્કેટોનું નિર્માણ અને નવનિર્માણ થયું છે. ક્‍યાંક ક્‍યાંક કામ પ્રગતિ ઉપર પણ છે. યુવાનોને રમત-ગમત માટે વિશાળ મેદાન બની રહ્યા છે, સાયલીમાં ક્રિકેટ ગ્રાઉન્‍ડનું નિર્માણ થયું છે. મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડનું પણ નવનિર્માણ થઈ રહ્યું છે. દેશમાં પણ મોડેલ બને એવા પંચાયત ઘરો બનીરહ્યા છે. પ્રદેશમાં અદ્યતન આરોગ્‍ય મંદિરોનું નિર્માણ થયું છે. લાંબા સમયથી પડતર સેલવાસના રીંગરોડનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. ટ્રાફિકની રાહત માટે ઓવરબ્રિજ બન્‍યા છે. વિશ્વના પ્રવાસીઓને ઘેલુ લગાડનારા રામસેતૂ બીચ રોડ અને નમો પથ બન્‍યા છે. હવે રામસેતૂ બીચ અને નમો પથને જોડનારા સેતૂનું પણ નિર્માણ થવાનું છે. પ્રવાસીઓની સંખ્‍યામાં દશગણો વધારો નોંધાયો છે. શનિ અને રવિવારે દમણમાં મેળો જામે એવી સ્‍થિતિ પેદા થઈ છે. પ્રવાસીઓના કારણે સ્‍થાનિક હોટલો સહિત સ્‍થાનિક લોકોની આવકમાં પણ ધરખમ વધારો નોંધાયો છે.
પ્રદેશમાં પાણી અને લાઈટની કોઈ મોટી સમસ્‍યા નથી. દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ગામો ઈલેક્‍ટ્રીફિકેશનથી સજ્જ બની ચુક્‍યા છે. પાણીના ક્ષેત્રે પણ પ્રદેશમાં મોટી કોઈ સમસ્‍યા નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ પહેલી વખત કાયદાના રાજનો અમલ થયો છે. કાયદો દરેક માટે સરખો હોવાનું ભાન પણ વર્તમાન પ્રશાસને કરાવ્‍યું છે. તેથી કાયદો અને વ્‍યવસ્‍થાની બાબતમાં પ્રદેશના લોકોને તેઓ સલામત હોવાની લાગણી પેદા થઈ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હવે આવતા દિવસોમાં બેનમૂન રોડ પણ બનવાના છે. એવા રોડ બનવાના છે કે જે આવતા 15-20 વર્ષ સુધી ચાલવાના છે. ધીરજના ફળ મીઠામળવાના છે. ત્‍યારે જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોનો વિવેક બને છે કે આટલું સુંદર અને લાંબા સમય સુધી ટકે તેવા કામો પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમ વગર સંભવ જ નહીં હતા. પ્રદેશના લોકોના ભવિષ્‍યને સલામત અને સમૃદ્ધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર તો માનવો જ પડે. કારણ કે, તેમને કોઈ કહેવા ગયું નથી કે કોઈએ પ્રસ્‍તાવ નથી રાખ્‍યો. પરંતુ પ્રદેશની જનતાના હિત માટે પોતાની તંદુરસ્‍તીનો પણ વિચાર કર્યા વગર જ્‍યારે આપણાં લોકોની ચિંતા કરી હોય ત્‍યારે આભારના બે શબ્‍દો પ્રગટ કરવા જ જોઈએ એવું અમારૂં પણ સ્‍પષ્‍ટ માનવું છે.

સોમવારનું સત્‍ય

શ્રી પ્રફુલભાઈ પટેલ પહેલાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 16-17 જેટલા આઈ.એ.એસ. પ્રશાસકો આવીને ગયા. કેટલાકે જલસા કર્યા તો કેટલાકને ગૃહ મંત્રાલયે વહેલા બોલાવી લીધાં. પરંતુ 16-17 આઈ.એ.એસ. અધિકારીઓ પૈકી કેટલા પ્રશાસકોએ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની સાચા અર્થમાં ચિંતા કરી હતી? જો તે સમયે જ પ્રદેશની દરકાર લેવાઈ હોત તો આજે પ્રદેશ ક્‍યાં પહોંચી ગયો હોત અને વિકાસની તકરાર પણ નહીં રહેત.

Related posts

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

vartmanpravah

લોકસભામાં સાંસદ પદના શપથ સાથે ઉમેશભાઈ પટેલની દમણ અને દીવના સાંસદ તરીકેની ઈનિંગનો વિધિવત્‌આરંભ

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment