July 30, 2021
Vartman Pravah
ઉમરગામ

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૦૬
ઉમરગામ મામલતદાર કચેરીના પટાંગણમાં ગતરોજ સરીગામની મહિલા છેડતીનો ભોગ બનવાની ચકચારીત અને શરમજનક ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ઘટના બપોરના ૧.૦૦ થી ૧.૧પના સમયગાળા દરમ્યાન બનવા પામી હતી.
પોલીસ સુત્રોથી ઍકત્રિત થતી માહિતી મુજબ ફરિયાદી સરીગામની મહિલા સાથે ઉમરગામ તાલુકાના કોîગી અગ્રણી રાકેશભાઈ રાયે છેડતી કરતા મામલતદાર કચેરીનું પટાંગણ સમરાગંણમાં ફેરવાઈ જવા પામ્યું હતું. મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલી મહિલા પોતાનું કામ પતાવી કચેરીની બહાર જઈ રહી હતી તે દરમ્યાન રાકેશભાઈ રાય સાથે ભેટો થતા ઘર્ષણ સર્જાવા પામ્યુંં હતું. રાકેશભાઈ રાયે મહિલાના બંને હાથ મજબૂત રીતે પડકી રાખ્યા હતા તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખરાબ ઈશારાઅો કરી મહિલાનું જાહેરમાં અપમાન કરી છેડતી કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. સમગ્ર ઘટના વધુ ઉગ્ર બની જવા પામી હતી પરંતુ મામલતદાર કચેરીના ઍક અધિકારીઍ ઘટનાને શાંત પાડતા મામલો ઠાળે પડ્યો હતો. છેડતીનો ભોગ બનનાર સરીગામની મહિલાઍ ઉમરગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોîધાવતા આઈ.પી.સી. ૩૫૪, ૫૦૪, અને ૫૦૬(ર) મુજબ ગુનો નોîધી આરોપી રાકેશ રાયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Comment