(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. આ દરમિયાન પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.જે.સરવૈયાને દમણથી એક પીકઅપ ટેમ્પો દારૂ ભરી નીકળ્યો હોવાની બાતમી મળતા કલસર ચેકપોસ્ટ આગળ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરાવી બાતમીવાળો પીકઅપ ટેમ્પો નંબર ડીડી-03-પી-9723 આવતા પોલીસે અટકાવી તલાસી લેતા ખાખી પૂંઠાના બોક્સની પાછળ સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂની બોટલના બોક્સ નંગ 22 જેમાં બાટલીઓ નંગ 936 જેની કિંમત રૂા.1,03,000 નો જથ્થો મળી આવતા ચાલક રૂચિત ઈશ્વરભાઈ કામળી ઉ.વ. 23 રહે.નાની દમણ, દુનેઠા, ભેસરોલ, કામળીવાડની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી 50000 નો એક મોબાઈલ અને રૂા.4,00,000નો પિકઅપ ટેમ્પો રૂા.1,03,000નો દારૂ મળી કુલ્લે રૂપિયારૂા.5,53,200 નો મુદ્દામાલ કબજે લઈ ખેપિયાની પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને દમણ પાતળિયા ખાતેથી રોહન ઉર્ફે ચીરું હસમુખભાઈ કામળી રહે.ઉમરગામ કાંઠા ફળિયાએ ભરી આપ્યો હોવાનું અને સુરત ખાતે પહોંચાડવાનો હોવાનું જણાવતા રોહનને પારડી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.