April 26, 2024
Vartman Pravah
દમણ

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

મરણપથારીઍ પડેલા ધંધાને નવજીવન આપવા અગામી તહેવારો દરમિયાન મર્યાદિત રીતે કોવિડ-૧૯ના પ્રોટોકોલના પાલન સાથે ડીજે અને ઓરકેસ્ટ્રા સંચાલકોને મંજૂરી આપવા વ્યાપક બનેલી લોકલાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર બનેલા અોરકેસ્ટ્રા અને ડીજેના સંચાલકોઍ આજે દમણના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસને મળી હવે પ્રદેશમાં કોરોના મહામારી અંકુશમાં આવી હોવાથી ઓરકેસ્ટ્રા અને ડીજે માટે પરવાનગી આપવા માંગ કરી છે.
છેલ્લા દોઢ વર્ષથી લગ્ન, તહેવાર, સાંસ્કૃતિક અને રાજકીય ગતિવિધિ ઉપર પણ લાગેલી રોકના કારણે દમણમાં ઓરકેસ્ટ્રા અને ડી.જે.ના ધંધાને મરણતોલ ફટકો પડ્યો છે અને હવે વધુ રાહ જાઈ શકાય ઍવી સ્થિતિ નહીં હોવાથી જિલ્લા કલેક્ટરને પરવાનગી આપવા દરમિયાનગીરી માટે આજે રજૂઆત કરી હતી.
અત્રે નોîધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી કાર્યક્ષમ નીતિના કારણે પ્રદેશમાં કોરોના મહામારી અંકુશમાં આવી છે. ત્યારે મર્યાદિત ધોરણે કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે ઓરકેસ્ટ્રા અને ડી.જે. માટે અગામી આવી રહેલા તહેવારોમાં પરવાનગી આપવામાં આવે તેવી લોકલાગણી પણ વ્યક્ત થઈ રહી છે.

Related posts

દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું જન આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

Leave a Comment