(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલના સ્ટાફ દ્વારા 108 સેવાના સહયોગ દ્વારા ક્રીસમસની પૂર્વ સંધ્યાએ ટીમ દ્વારા કોવિ-ડ19ની રોકથામ, યોગ્ય વ્યવહાર, પ્રચાર અને ટીકાકરણની સાથે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોને ચોકલેટ અને રમકડાં વિતરણ કરાયા હતા. દૂધની જેટી પર આવતા પ્રવાસીઓને પણ 108ની ટીમે કોવિ-ડ19 અંગે જાગૃત કર્યા હતા અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલના મેડીકલ ઓફીસર ડો. ગણેશ વેરનેકર, 108ના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર મહારાજ, શ્રી યોગેશ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહી સેવાઓ પુરી પાડી હતી.