Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન


પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નાની દમણ મોરા ફળિયા ખાતે આવેલ કુવાની સાફ સફાઈ સાથે નવિનીકરણ કરાવતા સ્‍થાનિક લોકોમાં આનંદનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ આજે સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત પ્રદેશ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાના નેતૃત્‍વમાં તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
નાની દમણ મોરા ફળિયા ખાતે આવેલ કુવાના પાણીને સાફ કરાવી કુવાનું નવિનીકરણ પણ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાએ કરાવ્‍યું હતું જેના કારણે સ્‍થાનિક લોકોમાંભારે ખુશીનો માહોલ પણ જોવા મળ્‍યો હતો. આ તમામ કાર્યક્રમમાં મહિલા મોર્ચાના પદાધિકારીઓ પોતાનો અમૂલ્‍ય સહયોગ આપ્‍યો હતો.

Related posts

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment