June 17, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

કોરોના કાળ દરમિયાન પ્રદેશના લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તેની સંઘપ્રદેશ પ્રશાસને લીધેલી ખાસ તકેદારી

દાનહ અને દમણ-દીવના લોકોને હવે થઈ રહ્યો છે વિકાસની મૂળભૂત વ્‍યાખ્‍યાનો અનુભવ

ભાગ-05)

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોને વિકાસની મૂળભૂત વ્‍યાખ્‍યાનો અનુભવ થયો છે. અત્‍યાર સુધી પ્રદેશના લોકો રોડ, લાઈટ, પાણીની માંગણી સુધી જ સિમિત રહ્યા છે. રોડ, લાઈટ અને પાણીની સુવિધામાં સમય જતાં સતત પરિવર્તન થતું રહે છે. પહેલાં દ્વિ-માર્ગી માર્ગો હવે ચારમાર્ગી કે છ માર્ગી માર્ગો, પહેલાં રસ્‍તાઓ ઉપર પીળાશ પડતી ટયૂબલાઈટ તેની સામે હવે પ્રકાશનો પૂંજ પાથરતી એલ.ઈ.ડી., પહેલાં ટયૂબવેલમાંપાણી તો હવે ઘર ઘર નળ જેવી યોજનાઓ બનતી રહે છે અને બદલાતી રહે છે. રોડ-ગટરના કામો દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન કે ઈલેક્‍ટ્રીકના અંડરગ્રાઉન્‍ડ કેબલ ડેમેજ થવાની શક્‍યતાઓ રહેતી જ હોય છે. પરંતુ આ ચિરંજીવી વિકાસ નથી.
પ્રદેશમાં મેડિકલ કોલેજ અને એન્‍જિનિયરીંગ કોલેજની સ્‍થાપના પહેલાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે દેશની પ્રસિદ્ધ કોચિંગ સંસ્‍થા એલન કેરિયર ઈન્‍સ્‍ટિટયૂટ દ્વારા નીટ અને જેઈઈની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે વ્‍યવસાયી રીતે તૈયારી કરાવવાનું આયોજન, દમણ અને દીવ વચ્‍ચેના 700 કિલોમીટરના અંતરને ફક્‍ત કલાકમાં કાપવા માટે પવન હંસ હેલિકોપ્‍ટર સેવાનો આરંભ, દીવ એરપોર્ટ ઉપરથી ડોમેસ્‍ટિક ઉડાનો શરૂ કરવા મળેલી સફળતા આપણી વિચારશક્‍તિની બહારની બાબત છે. હવે આગામી 31મી માર્ચ, 2025 સુધી દમણના કોસ્‍ટગાર્ડ એરપોર્ટથી પણ હવાઈ ઉડાનનો આરંભ થઈ રહ્યો છે. દમણ-ગોવા, દમણ-મુંબઈ, દમણ-અમદાવાદ કે દમણ-દિલ્‍હીની ફલાઈટ શરૂ થશે તો આ પ્રદેશનો પ્રવાસન ઉદ્યોગ ક્‍યાં પહોંચશે તેની કલ્‍પના કરવી પણ મુશ્‍કેલ છે.
અત્રે યાદ રહે કે, સમગ્ર વિશ્વ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પણ કોરોના કાળના બે વર્ષ વિકાસના કામોથી વંચિત રહ્યા. કોરોના કાળ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવને ઓછામાં ઓછુંનુકસાન થાય તેની તકેદારી સંઘપ્રદેશ પ્રશાસને લીધી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ખુબ જ અસરકારક રીતે લોકડાઉનનું પાલન કરાયું હતું અને કોરોનાની રસી પણ દરેકને સરળતાથી મળે તેની વ્‍યવસ્‍થા કરાઈ હતી. સંઘપ્રદેશની સરકારી હોસ્‍પિટલમાં દાખલ થયેલ કોરોનાના દર્દીઓને અસરકારક સારવાર મળે તેની પણ કાળજી લેવામાં આવી હતી. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં કોરોના દર્દીઓના મરણનો આંક ખુબ જ ઓછો રહ્યો હતો.
મોદી સરકારે ‘સંકલ્‍પથી સિદ્ધિ’ની શરૂ કરેલી સફર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પૂર્ણ રીતે સફળ થતી દેખાઈ રહી છે અને આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઔર વધુ ગતિશીલ વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ વરસતા રહેશે એવી અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે. (ક્રમશઃ)

Related posts

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે ધો.10 -અને 1રના વિદ્યાર્થીઓનો હોંસલો બુલંદ કરતા ઉચ્‍ચ અધિકારીઓ

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

Leave a Comment