Vartman Pravah
દમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલની વરણીઃ શિક્ષણ આલમમાં ઉત્‍સાહનું વાતાવરણ

  • સોમનાથ-બી વિભાગના જિ.પં.સભ્‍ય વર્ષિકાબેન પટેલ સ્‍વયં શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિશેષ રસ લેતા હોવાના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારમાં શિક્ષણ અને સંસ્‍કારના ઘડતર માટે તેમની મહત્ત્વની ભૂમિકા રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09

દમણ જિલ્લા પંચાયતની મહત્ત્વની ગણાતી શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે નવયુવાન શ્રીમતી વર્ષિકાબેન પિયુષભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાતા પ્રદેશના શિક્ષણ આલમમાં નવા ઉત્‍સાહના દર્શન થઈ રહ્યા છે.

જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શિક્ષણ અને સંસ્‍કારનું ઘડતર કરવામાં શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી  વર્ષિકાબેન પટેલ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. નવી શિક્ષણ નીતિની સાથે તાલ મેળવી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શિક્ષણને વધુ સમાજલક્ષી બનાવવા પણ  જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સાર્થક ભૂમિકા ભજવી શકે એમ છે.

શ્રીમતી વર્ષિકાબેન પટેલ પોતે પણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં રસ લેતા હોવાના કારણે જિલ્લાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્‍ચે કડી બની તેમના પ્રશ્નોનું પણ સમાધાન કરશે એવી આશા બળવત્તર બની છે.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment