Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : ગત 2 ઓક્‍ટોબરે સંસદના સેન્‍ટ્રલ હોલમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને ભારત રત્‍ન સ્‍વ. લાલ બહાદુર શાષાીજીને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી 100 જેટલા પસંદ કરાયેલા યુવાનોને બોલાવવામાં આવ્‍યા હતા. જેમાં સંઘપ્રદેશ દમણથી પહેલી વખત નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક શ્રી હર્ષિલ હરેશકુમાર ભંડારી અને કુ. રૂપલ ભાનુશાલીની પસંદગી કરવામાં આવી હતી.
દેશભરમાંથી પસંદ કરાયેલા 100 યુવાનો પૈકી 30 યુવાનોને સંસદમાં પોતાના વિચારો રાખવા માટે તક મળી હતી જેમાં દમણના શ્રી હર્ષિલ ભંડારીનો પણ સમાવેશ હતો.
આજે શ્રી હર્ષિલ ભંડારીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી તેમને સંસદની પોતાની યાત્રાનો અનુભવ રજૂ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામના આપવાની સાથે નૈતિકતાના માર્ગે ચાલી નવી સફળતા પ્રાપ્ત કરવા પણ શ્રી હર્ષિલ ભંડારીને માર્ગદર્શન આપ્‍યુંહતું.

Related posts

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લો કોરોનાના ભરડા તરફ ધકેલાઈ રહ્યો છે : બુધવારે જિલ્લામાં 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

Leave a Comment