October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

યુપીએ સરકારના સમયમાં થયેલ અને મોદી સરકારમાં ઉદ્‌ઘાટન પામેલ વિકાસ કામમાં ગોબાચારી સામે આવી દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્‍લેબના સળિયા દેખાવા લાગ્‍યા

તંત્ર દ્વારા ગાબડું પુરવાની હાથ ધરાયેલી કામગીરીઃ બ્રિજ પરથી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના રખોલી ગામમાંથી પસાર થતી દમણગંગા નદી ઉપર બનેલ પુલમાં ગાબડું પડતાં કામમાં થયેલ ગોબાચારી ઉજાગર થઈ છે. પુલ ઉપર પડેલા ગાબડાનેકારણે વાહનવ્‍યવહારને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 9 વર્ષ પહેલાં રખોલી ખાતે દમણગંગા નદી ઉપર વિશાળ પુલનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેનું કેન્‍દ્રિય ગૃહરાજ્‍ય મંત્રી શ્રી હરિભાઈ પી. ચૌધરીના હસ્‍તે 2015માં ઉદ્‌ઘાટન કરી લોકોની સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. પરંતુ આ નવનિર્મિત પુલને માંડ 9 વર્ષ થયાને મસમોટું ગાબડું પડી જતાં વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે. આ પુલ ઉપરથી ભારે વાહનોની અવર-જવર થઈ રહી છે. આજે અચાનક જ કોઈક વાહનચાલકે મસમોટું ગાબડુ પડેલું જોતાં અકસ્‍માત નહીં સર્જાય તે માટે ગાબડાની અંદર ઝાડની ડાળીઓ રોપી દીધી હતી. આ દૃષ્‍ય અન્‍ય વાહનચાલકોને નજરે પડતાં વિડીયો અને તસવીરો ખેંચી સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી દીધી હતી. પુલ ઉપર પડેલું ગાબડું એવું છે કે જેમાં સ્‍લેબના સળિયાઓ ઉપરથી કોંક્રિટ પણ નીકળી ગયેલ છે ગાબડામાંથી નીચે નદી પણ દેખાઈ છે. ગાબડું પડવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
મસમોટા ગાબડાના કારણે રખોલી પુલ ઉપર ભારે ટ્રાફિકજામની પણ સમસ્‍યા સર્જા હતી અને પુલની બંને બાજુ નાના-મોટાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ટ્રાફિકનેનિયંત્રિત કરવા દાનહ ટ્રાફિક પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી અને વાહનોને ધીરે ધીરે પુલની એક સાઈડ પરથી પસાર કરાવવામાં આવી રહ્યા હતા. તાત્‍કાલિક ધોરણે તંત્રએ હાલમાં બ્રિજ પર પડેલ ગાબડા ભરવાનું કામ કામ ચાલુ કરી દીધું છે અને દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી રખોલી બ્રિજ પરથી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને 12 જૂનથી 18 જૂન સુધી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. તેથી વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવશે જ્‍યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને કોમર્શિયલ વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે, અને તમામ પેસેન્‍જર તેમજ લાઈટ મોટર વ્‍હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવશે.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

Leave a Comment