August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ વામન જયંતીના પાવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં સમાજના 100થી વધુ જનોઈધારી બાળકો અને પુરુષોએ ભાગ લઈ વિધિવત જનોઈ બદલી હતી.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આજથી 72 વર્ષ પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા 15 વર્ષ થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આ કાર્યક્રમ યોજી રહ્યું છે. દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. પાછલા બે વર્ષ કોરોનાકાળને કારણે આ કાર્યક્રમ થઈ શક્‍યો ન હતો. જો કે આ વર્ષે કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment